એકસાથે બે બ્રિજમાં સમારકામની ફરજ પડતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા, જુઓ વાહનચાલકોની દયનીય સ્થિતિની તસ્વીર
ઓએનજીસી ફ્લાય ઓવર બ્રીજ બંધ કરી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે જેને લઈને વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સંજાણ સમયે ટ્રાફિકના દ્રશ્યો ચિંતાજનક સ્વરૂપ ધારણ કરે છે


ભરૂચમાં ટ્રાફિક નિયંત્રણ હવે પડકાર બની રહ્યું છે. એકસાથે બે બ્રિજ સમારકામ માંગી રહ્યા છે. દહેજ રોડ ઉપર નંદેલાવ બ્રિજમાં સમારકામ શરૂ કરાયું છે તો અંકલેશ્વરમાં ઓ.એન.જી.સી. બ્રિજની સમારકામની કામગીરીને લઇ વૈકલ્પિક માર્ગો ઉપર વાહનોનું ભારણ વધતા ભર ઉનાળે વાહન ચાલકોને તડકામાં શેકાવાનો વારો આવ્યો છે.

ભરૂચ- દહેજ રોડ સ્થિત જંબુસર ઓવરબ્રીજ નો એક્સપાન્શન જોઈન્ટ તૂટી જવાથી ભરૂચ થી દહેજ તરફના પુલનું મરામત શરૂ કરાયું છે

આમતો સમારકામ માટે પૂલ બંધ કરવાની જરૂર ઉભી થઈ હતી પરંતુ ટ્રાફિકના ભારણને જોતા અડધો માર્ગ બંધ કરી સમારકામ શરૂ કરાયું છે. એક અંદાજ મુજબ ૨૩/૦૪/૨૦૨૩ સમારકામ ચાલી શકે છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે ૨ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરી શરૂ કરાવી છે જેના ઉપર એસપી જાતે પણ દેખરેખ રાખી રહયા છે.

ઓએનજીસી ફ્લાય ઓવર બ્રીજ બંધ કરી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે જેને લઈને વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સંજાણ સમયે ટ્રાફિકના દ્રશ્યો ચિંતાજનક સ્વરૂપ ધારણ કરે છે

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ઓ.એન.જી.સી.બ્રીજ નીચેનો એક ભાગ બંધ કરવામાં આવતા ત્યાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બીજી તરફ વાહન ચાલકોએ રાજપીપળા ચોકડીથી ગડખોલ ગામને જોડતા માર્ગનો સહારો લેતા જ તે માર્ગ ઉપર પણ ટ્રાફિકનું ભારણ વધ્યું હતું

































































