AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાલ પર ટીવી કેમ ન લગાવવું જોઈએ ? ડ્રિલિંગ કરાવતા પહેલાં જાણી લો આ 4 મોટા નુકસાન

નવું ટીવી ખરીદ્યા પછી મોટાભાગના લોકો તેને તરત જ દિવાલ પર વોલ-માઉન્ટ કરાવી દે છે. પરંતુ દિવાલમાં કાયમી કાણાં, લટકતા વાયરોની માથાકૂટ, પોર્ટ્સ કનેક્ટ કરવામાં મુશ્કેલી અને રૂમનું સેટિંગ ન બદલી શકવા જેવી સમસ્યાઓથી બચવા માટે જાણો ટેબલટોપ કે વ્હીલ સ્ટેન્ડ કેમ વધુ સારો વિકલ્પ છે.

| Updated on: Sep 03, 2026 | 3:28 PM
Share
શું તમે પણ નવું ટીવી ખરીદ્યા પછી વિચારી રહ્યા છો કે તેને દિવાલ પર લટકાવવું (વોલ માઉન્ટ કરવું) યોગ્ય રહેશે કે પછી ટેબલ પર સ્ટેન્ડ સાથે રાખવું? મોટાભાગના લોકો દેખાદેખીમાં ટીવી દિવાલ પર લગાવી દે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. દિવાલ પર ટીવી લગાવવાથી અન્ય ડિવાઇસ કનેક્ટ કરવામાં અને કેબલ મેનેજમેન્ટમાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત રૂમનું લેઆઉટ કે ફર્નિચર બદલવાની આઝાદી પણ છીનવાઈ જાય છે.

1 / 8
ઘરમાં જ્યારે ટીવી આવે છે, ત્યારે ધીમે-ધીમે તેની સાથે સેટ-ટોપ બોક્સ, સાઉન્ડબાર, ગેમિંગ કન્સોલ કે સ્ટ્રીમિંગ સ્ટીક જેવા ગેજેટ્સ જોડાતા જાય છે. આવા સમયે દિવાલ પર ટીવી ફિટ કરાવ્યું હોય તો કાયમી ડ્રિલિંગના કાણાં અને ગૂંચવાયેલા વાયરો એક માથાનો દુખાવો બની જાય છે.

2 / 8
દિવાલ પર ટીવી લગાવવાના 4 મોટા નુકસાન: 1. કેબલ મેનેજમેન્ટ અને નવા ગેજેટ્સ જોડવામાં મુશ્કેલી:  ટીવી વોલ-માઉન્ટ કર્યા પછી સૌથી મોટી તકલીફ પાછળ આપેલા પોર્ટ્સ વાપરવામાં આવે છે. મોટાભાગના ટીવીમાં HDMI, USB અને ઓડિયો પોર્ટ્સ પાછળની બાજુ હોય છે. દિવાલ અને ટીવી વચ્ચે બિલકુલ જગ્યા ન હોવાથી વારંવાર કેબલ લગાવવી કે બદલવી ખૂબ જ ત્રાસદાયક બને છે. ટીવી નીચે લટકતા વાયરો રૂમનો દેખાવ પણ બગાડે છે, જેને છુપાવવા માટે વધારાનો ખર્ચ કરવો પડે છે.

3 / 8
2. રૂમનું લેઆઉટ બદલવાની આઝાદી ખતમ: જો ટીવી એકવાર દિવાલ પર ફિટ થઈ ગયું, તો તેની જગ્યા હંમેશા માટે ફિક્સ થઈ જાય છે. ભવિષ્યમાં જો તમારે સોફા કે અન્ય ફર્નિચરની દિશા બદલવી હોય, તો ટીવી સામે ન હોવાને કારણે સેટિંગ બદલી શકાતું નથી. જો ટીવીને બીજી દિવાલ પર શિફ્ટ કરો, તો જૂની દિવાલ પર ડ્રિલિંગના ખરાબ કાણાં દેખાતા રહે છે.

4 / 8
3. હાઈટ અને વ્યુઇંગ એંગલ ફિક્સ થઈ જવું: સામાન્ય વોલ-માઉન્ટમાં ટીવીની ઊંચાઈ (Height) કે તેનો એંગલ બદલી શકાતો નથી. ઘણીવાર ખોટા એંગલ પર ફિટ થયેલું ટીવી જોવાથી ડોક અને આંખોમાં દુખાવો થઈ શકે છે. ફ્લેક્સિબલ કે મુવેબલ માઉન્ટ લેવા જાવ તો તેના માટે બજેટ ઘણું વધારે રાખવું પડે છે.

5 / 8
4. રિપેરિંગ અને ક્લિનિંગમાં અડચણ: ટીવીની પાછળ ધૂળ જામી જાય તો તેને સાફ કરવી અઘરી બને છે. સાથે જ, જો કોઈ પોર્ટ કે વાયરમાં ખામી સર્જાય તો વારંવાર આખું ટીવી દિવાલ પરથી ઉતારવું પડે છે, જેનાથી પેનલ ડેમેજ થવાનું જોખમ રહે છે.

6 / 8
તો શું કરવું જોઈએ? શ્રેષ્ઠ વિકલ્પ કયો?: ટેબલટોપ કે VESA ફ્લોર સ્ટેન્ડ: ટીવીને દિવાલ પર લગાવવાને બદલે VESA કમ્પેટીબલ ટેબલ સ્ટેન્ડ અથવા વ્હીલ (પૈડાં) વાળા રોલિંગ ફ્લોર સ્ટેન્ડ પર રાખવું વધુ સારો વિકલ્પ છે. ફાયદા: આવા સ્ટેન્ડમાં વાયર છુપાવવા માટે બિલ્ટ-ઇન કેબલ મેનેજમેન્ટ, હાઇટ એડજસ્ટમેન્ટ અને ટીવીને મનચાહે તે તરફ ફેરવવાની (Swivel) સુવિધા મળે છે. વ્હીલ સ્ટેન્ડની મદદથી તમે ટીવીને સરળતાથી એક રૂમમાંથી બીજા રૂમમાં પણ લઈ જઈ શકો છો.

7 / 8
જો રૂમમાં જગ્યાના અભાવે દિવાલ પર ટીવી લગાવવું અનિવાર્ય જ હોય, તો સસ્તા લોકલ માઉન્ટને બદલે થોડા વધુ પૈસા ખર્ચીને સારો 'કસ્ટમાઇઝેબલ / ફુલ-મોશન વોલ માઉન્ટ' લગાવવો, જેથી જરૂર પડ્યે એંગલ અને હાઇટ એડજસ્ટ કરી શકાય.

8 / 8

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

ઈન્દોરથી અમદાવાદ માત્ર 6 કલાકમાં: MP-ગુજરાત ફોરલેન હાઈવે તૈયાર, દાહોદ, ગોધરા અને રાજકોટ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">