ગોલ્ડ જ્વેલરી, ETF કે મ્યુચ્યુઅલ ફંડ ? સોનામાં ₹5 લાખનું રોકાણ કરવાનો સાચો રસ્તો કયો?
તમારી પાસે ₹5 લાખનું રોકાણ કરવા માટેનું બજેટ છે અને તમે તેને ગોલ્ડ (સોના) માં રોકવાનું વિચારી રહ્યા છો? તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે, પૈસા ક્યાં અને કયા સ્વરૂપમાં રોકવા? ઘણા લોકો માને છે કે, માત્ર ઘરેણાં કે સોનાના સિક્કા ખરીદવા એ જ સોનામાં રોકાણ કરવાનો એકમાત્ર રસ્તો છે પરંતુ આજના સમયમાં ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ જેવા શ્રેષ્ઠ ડિજિટલ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. હવે સવાલ એ જ છે કે, ₹5 લાખનું રોકાણ આખરે ક્યાં કરવું?

તમારી પાસે ₹5 લાખ છે અને તમે તેને ગોલ્ડ (સોના) માં રોકાણ કરવા માંગો છો? તો સૌથી પહેલો સવાલ એ નથી કે, કેટલું રોકાણ કરવું? સવાલ એ છે કે, કયા સ્વરૂપમાં (Form) કરવું? ગોલ્ડ જ્વેલરી, ફિઝિકલ બાર-સિક્કા, ગોલ્ડ ETF કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, દરેક વિકલ્પ પોતાનામાં ખૂબ અલગ છે. સાચી પસંદગી એ વાત પર આધાર રાખે છે કે, તમને સોનામાંથી શું જોઈએ છે? માત્ર પ્રાઈસ ગ્રોથ, સરળ લિક્વિડિટી, ફિઝિકલ પઝેશન કે લાંબાગાળાનું હોલ્ડિંગ?

ગોલ્ડ બાર કે સિક્કા ખરીદવા પર તમારો સીધો માલિકી હક હોય છે. આમાં ડીમેટ એકાઉન્ટની જરૂર પડતી નથી અને તમે તેને પરિવારને ગિફ્ટ કે ટ્રાન્સફર પણ કરી શકો છો. જો કે, મેકિંગ ચાર્જ અને પ્રીમિયમના કારણે ખરીદીની કોસ્ટ વધી જાય છે. બીજું કે, સ્ટોરેજ અને સિક્યુરિટીની જવાબદારી જાતે ઉઠાવવી પડે છે તેમજ વેચતી વખતે મળતી કિંમત માર્કેટ પ્રાઈસ કરતાં ઓછી પણ હોઈ શકે છે.

રોકાણના દ્રષ્ટિકોણથી જ્વેલરી તો વધુ ઓછી અસરકારક માનવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ જ કે, તેમાં મેકિંગ ચાર્જ સૌથી વધુ હોય છે. ₹5 લાખ જેવી રકમમાંથી જો મોટો હિસ્સો ફિઝિકલ ગોલ્ડમાં જાય છે, તો સ્ટોરેજ અને રીસેલનું પ્લાનિંગ પણ સાથે કરવું પડશે.

'Gold ETF' શેરબજારમાં ટ્રેડ થાય છે અને ઘરેલું ગોલ્ડ પ્રાઈસને ટ્રેક કરે છે. તેમાં ફિઝિકલ સ્ટોરેજની ચિંતા રહેતી નથી, ડીમેટ એકાઉન્ટ દ્વારા સરળતાથી ખરીદ-વેચાણ થઈ જાય છે અને પ્રાઈસિંગ પણ પૂરેપૂરી પારદર્શક રહે છે. તેમાં એક્સપેન્સ રેશિયો, બ્રોકરેજ અને ડીમેટ સાથે જોડાયેલા ચાર્જ જેવા ખર્ચાઓ પણ ધ્યાનમાં રાખવાના હોય છે. એવામાં જે રોકાણકારો ફિઝિકલ પઝેશન નહીં પરંતુ ગોલ્ડ પ્રાઈસ સાથે જોડાયેલું રિટર્ન ઈચ્છે છે, તેમના માટે ETF એક સારો રસ્તો હોઈ શકે છે.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ સોનામાં રોકાણ કરી શકાય છે. તેમાં તમારે 'સોનું' ખરીદીને રાખવાની જરૂર હોતી નથી. તેમાં SIP ની સુવિધા પણ મળી શકે છે, એટલે કે આખા ₹5 લાખ એકસાથે લગાવવાને બદલે તમે થોડા-થોડા પૈસા રોકાણ કરી શકો છો. જો કે, રોકાણ કરતા પહેલાં ફંડનો ખર્ચ, તે કયા ETF માં પૈસા રોકે છે અને ટેક્સ જરૂર જોઈ લો.

રોકાણ કરતા પહેલાં 5 વાત જરૂર ચેક કરો. પહેલું, તમારું લક્ષ્ય (ગોલ) સ્પષ્ટ કરો. તમને પોર્ટફોલિયોમાં વિવિધતા (ડાઈવર્સિફિકેશન) જોઈએ છે, સંપત્તિની સુરક્ષા (વેલ્થ પ્રિઝર્વેશન) કરવી છે કે ભૌતિક સોનું (ફિઝિકલ ગોલ્ડ) ખરીદવું છે. બીજું, રોકાણની સમય-સીમા (ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન) નક્કી કરો, કારણ કે ટૂંકાગાળા (શોર્ટ ટર્મ) અને લાંબાગાળા (લોંગ ટર્મ) માં સોનું અલગ-અલગ રીતે વર્તે છે.

ત્રીજું કારણ એ કે, પ્રીમિયમ, મેકિંગ ચાર્જ, એક્સપેન્સ રેશિયો અને ટ્રાન્ઝેક્શન કોસ્ટની સરખામણી કરો. ચોથું, લિક્વિડિટી જરૂર જુઓ કે જરૂરિયાત સમયે એક્ઝિટ કેટલી સરળતાથી અને કયા ભાવે મળી શકશે. પાંચમું, ટેક્સના નિયમો (ટેક્સેશન) જરૂર સમજી લો, કારણ કે ટેક્સના દર પ્રોડક્ટની સાથે-સાથે તમારી ખરીદીની તારીખ અને રીત પર પણ આધાર રાખે છે.

કુલ મળીને, ₹5 લાખ માટે પણ કોઈ એક બેસ્ટ ગોલ્ડ પ્રોડક્ટ નથી. નિર્ણય એ વાત પર ટકેલો છે કે, તમે સોનું શા માટે ખરીદી રહ્યા છો, કેટલા સમય માટે હોલ્ડ કરવા માંગો છો અને શું ફિઝિકલ પઝેશન તમારા માટે જરૂરી છે?
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?
