Breaking News : અમદાવાદીઓ તબિયત સાચવજો, વાયરલના 5 હજારથી વધુ કેસ હોવાનો દાવો, જુઓ Video
અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. 1298 કોમર્શિયો એકમમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 61 એકમો પાસે થી દંડ વસૂલાયો છે.222 સ્થળ પર થી મચ્છરો નું બ્રિડિંગ મળી આવતા 6 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. નાગરિકોને AMCની અપીલ કરવામાં આવી છે.
ધીમે ધીમે વરસાદ હવે વિદાય લઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસમાં ભારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે આ વરસાદી માહોલ પછી શહેરના અનેક વિસ્તારમાંથી મચ્છરજન્ય રોગચાળો વધી ગયો છે.અમદાવાદ શહેરમાં મચ્છરન્જય રોગચાળા વચ્ચે 222 સ્થળ પરથી મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું છે.મનપાની ટીમ દ્વારા 1 હજાર 298 કોમર્શિયલ એકમો પર ચેકિંગ કરવામાં આવ્યું છે.જેમાં 61 એકમો પાસેથી મચ્છરોના બ્રિડિંગ મામલે દંડ વસૂલાયો છે.
સેપ્ટ યુનિવર્સિટીમાંથી મચ્છરોનું બ્રિડિંગ
કાર્ગો મોટર્સ અને સેપ્ટ યુનિવર્સિટીમાંથી મચ્છરોનું બ્રિડિંગ મળતા 25 હજારનો દંડ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા કોલોની ખાતેની અદાણી કન્સ્ટ્રક્શન સાઇટને 20 હજાર અને ગિરીશ કોલ્ડ્રીંકને 5 હજારનો દંડ કરાયો છે. ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં 10 હજારની પેનલ્ટી કરવામાં આવી છે. ઘરની છત પર રહેલા કુંડા અને પક્ષીઓને પાણી માટે રાખેલા માટીના પાત્રમાં વિશેષ મચ્છરનોનું બ્રિડિંગ જોવા મળે છે. મનપાએ નાગરિકોને પાણી ભરાયેલા કુંડાની સાફ-સફાઈ કરવા અપીલ કરી છે.
ઘરની છત કે ઘરમાં કુંડા કે અન્ય પાણી ભરાય તેવું વસ્તુ હોય તેની સફાઈ કરવા અપીલ કરી છે. કાર્ગો મોટર્સ અને સેપ્ટ યુનિવર્સિટીમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા રૂ 25 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઇન્ડિયા કોલોની ખાતેની અદાણી કન્સ્ટ્રક્શન સાઇટને 20,000 ગિરીશ કોલ્ડ્રીંકને 5000 અને ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માં 10,000 ની પેનલ્ટી કરવામાં આવી છે.
વાયરલના 5 હજારથી વધુ કેસ
અમદાવાદમાં બદલાતી ઋતુ વચ્ચે વાયરલ કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. શહેરમાં રોજના વાયરલના 5 હજારથી વધુ કેસ હોવાનો દાવો છે.અર્બન હેલ્થ સેન્ટર અને AMC હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ઉમટી છે. તો ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલના દર્દીઓની સંખ્યા વધી છે. ખાનગી હોસ્પિટલના વાયરલ કેસનો ડેટા AMC પાસે નથી. રોગચાળો કાબૂમાં લેવામાં હેલ્થ વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.
માત્ર 20 દિવસમાં AMC હોસ્પિટલમાં વાયરલના કેટલા કેસ?
- મલેરિયા 92
- ડેન્ગ્યુ 496
- ચિકનગુનિયા.7
પાણીજન્ય કેસની વાત કરીએ તો
- ઝાડા ઉલટી..140
- કમળા.48
- ટાઈફોઈડ.172
Breaking News : AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે અમદાવાદ મેયર સામે કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી અહી ક્લિક કરો
Breaking News : અમદાવાદમાં રોજના વાયરલના 5 હજારથી વધુ કેસ હોવાનો દાવો
સુરત એરપોર્ટ પર AI એક્સપ્રેસની ફ્લાઇટના મુસાફરને થયો કડવો અનુભવ
ભાવનગર મહુવા પોલીસે ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરી, જુઓ Video
Breaking News : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી!
