AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી! એક્સ-રે રિપોર્ટ માટે દર્દીઓની કતાર, જુઓ Video

Breaking News : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી! એક્સ-રે રિપોર્ટ માટે દર્દીઓની કતાર, જુઓ Video

| Updated on: Sep 24, 2026 | 12:02 PM
Share

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી ગઈ છે. એક્સ-રે વિભાગમાં મશીનની અછતને કારણે દર્દીઓને કલાકો સુધી લાઈનમાં રાહ જોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો દાવો છે કે,OPD વધવાના કારણે એક્સ-રે રિપોર્ટમાં વેઈટિંગ ટાઈમ વધી રહ્યો છે.

જ્યારે લોકો બીમાર પડે ત્યારે હોસ્પિટલ જાય છે. પરંતુ હોસ્પટિલ ગયા પછી પણ જો ત્યાં એક્સ-રે મશીન અને સોનોગ્રાફી જેવા મશીનોની અછત હોય તો શું થાય.સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે, આ માટે લાંબી લાઈનો થાય છે. બીજું જો આ લાઈનમાં કોઈ એવી દર્દી હોય જેને ઈમરજન્સીમાં એક્સ-રે મશીન અથવા સોનોગ્રાફી કરાવવાની જરુર પડે તો શું થાય. લાઈન એટલી લાંબી હોય કે, બીચારો દર્દી બીમારી સામે લાઈનમાં ઉભી ઝઝુમતો રહે છે.

હોસ્પિટલમાં દર્દીઓની પરેશાની

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પરેશાની સામે આવી છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલના એક્સ-રે અને સોનોગ્રાફી વિભાગમાં લોકોની લાંબી લાઈનો લાગી છે. એક્સ-રે વિભાગમાં મશીનની અછતને કારણે દર્દીઓને કલાકો સુધી લાઈનમાં રાહ જોવાનો વારો આવ્યો છે. ગામડામાંથી અને આસપાસના જિલ્લામાંથી આવતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આખો દિવસ બગડી રહ્યો છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વધુ મશીન મંગાવવાનું રટણ, આવનારા સમયમાં એક્સ-રે પ્રિન્ટ કરવાનું મશીન વધારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લોકોની માંગ આ મહત્વની કામગીરી માટે જલ્દી નિર્ણય લેવામાં આવે તેવો છે. હોસ્પિટલમાં દર્દીની વધતી સંખ્યા વચ્ચે એક્સ-રે મશીનના અભાવે દર્દીઓ ધક્કા પણ ખાવા પડે છે.

 

Breaking News : પોલીસ બેડામાં ખળભળાટ, રાજકોટ રેન્જ IG દ્વારા ડી સ્ટાફના પોલીસકર્મીઓની ગુનેગારો સાથેના સંબંધોની તપાસના આદેશ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">