AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદને ₹584 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે વાડજ બ્રિજનું કર્યું લોકાર્પણ! જુઓ Video

Breaking News : અમદાવાદને ₹584 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે વાડજ બ્રિજનું કર્યું લોકાર્પણ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2026 | 1:34 PM
Share

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹584 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. વાડજના નવા ફોર લેન બ્રિજ અને વેજલપુરના રેલવે ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટથી નાગરિકોને ટ્રાફિક અને આવાસની સુવિધામાં રાહત મળશે.

અમદાવાદમાં આજે 24 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરમાં ₹584 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. આ વિકાસકાર્યોમાં નવા બ્રિજ, રેલવે ઓવરબ્રિજ, આવાસ સહિતના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થઈ રહેલા આ કામોથી નાગરિકોને ટ્રાફિક અને આવાસ સહિતની સુવિધાઓમાં રાહત મળવાની અપેક્ષા છે.

વાડજના નવા બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાડજ-ગાંધી આશ્રમ માર્ગ પર તૈયાર થયેલા નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ₹106 કરોડના ખર્ચે 735 મીટર લાંબો ફોર લેન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ શરૂ થતાં વાડજ, ગાંધી આશ્રમ, આશ્રમ રોડ અને ઇન્કમટેક્સ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળવાની આશા છે.

આ માર્ગ પરથી દરરોજ અંદાજે એકથી દોઢ લાખ વાહનો પસાર થાય છે. બ્રિજ શરૂ થતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે. મુખ્યમંત્રીએ લોકાર્પણ બાદ બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી.

વેજલપુરમાં રેલવે ઓવરબ્રિજ પણ ખુલ્લો મુકાશે

વેજલપુર વિસ્તારમાં ₹98 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થતાં સ્થાનિક વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળવાની શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. થલતેજમાં 329 EWS આવાસના લાભાર્થીઓને આવાસ સોંપવામાં આવશે. નિકોલ અને ત્રાગળ વિસ્તારમાં પણ વિવિધ વિકાસકાર્યોની ભેટ નાગરિકોને આપવામાં આવશે.

વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીના અમદાવાદ પ્રવાસ દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ તમામ વિકાસકાર્યોનો હેતુ શહેરમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો અને નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો, Breaking News : જાહેર માર્ગ પર બેફામ સ્ટંટ, મહુવા પોલીસે ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">