Tulsi Plant Care Tips: શિયાળામાં તુલસી સુકાઈ રહી છે? અપનાવો આ ઘરેલું ઉપાય અને લાવો ફરી હરિયાળી
ઘણા ઘરોમાં તુલસીના છોડ પર મેલીબગ્સના જીવાતનો પ્રશ્ન જોવા મળે છે, જેના કારણે છોડ ધીમે ધીમે કમજોરી અનુભવે છે. જો તમારા તુલસીના છોડ પર પણ આવી સમસ્યા થઈ રહી હોય, તો એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય અપનાવીને તમે ફરીથી તમારા છોડને સ્વસ્થ અને લીલોછમ બનાવી શકો છો.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. લગભગ દરેક ઘરમાં તુલસી વાવેલી જોવા મળે છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે. જો તમારા ઘરે પણ તુલસીનો છોડ હોય, તો તેની યોગ્ય દેખભાળ જરૂરી બને છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં તુલસીના છોડ ઝડપથી સૂકાવા લાગે છે. ઘણા ઘરોમાં તુલસી પર મેલીબગ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે. આવી સ્થિતિમાં, એક સરળ ઘરેલું ઉપાય અપનાવીને તમે તમારા તુલસીના છોડની હરિયાળી ફરી પાછી મેળવી શકો છો.

શિયાળાની ઋતુ દરમિયાન તાપમાન ઘટવાથી તુલસીના છોડને જરૂરી ઉષ્ણતા મળતી નથી. સાથે જ, સૂર્યપ્રકાશની કમી, વધુ પડતું અથવા અપૂરતું પાણી અને માટીમાં પોષક તત્વોની અછત છોડને ધીમે ધીમે કમજોર કરી દે છે. આ કારણોસર તુલસીના છોડમાં સૌથી પહેલા નુકસાનના લક્ષણો દેખાવા લાગે છે.

જો તુલસીનો છોડ એવી જગ્યાએ રાખવામાં આવ્યો હોય જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળતો ન હોય, તો તે તેના બગડવાનું મોટું કારણ બની શકે છે. તુલસીના છોડને રોજબરોજ ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક ધુપ જરૂરી હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં સવારની નરમ અને ઉષ્ણ ધુપ તુલસી માટે વધુ લાભદાયક ગણાય છે. તેથી, તુલસીના છોડને એવી ખુલ્લી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં તેને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે.

શિયાળાની ઋતુમાં તુલસીના છોડને વધારે પાણી આપવાથી તેના મૂળ ખરાબ થઈ શકે છે. તેથી, પાણી આપતા પહેલા માટી સારી રીતે સૂકી ગઈ છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. રોજબરોજ વધારે પાણી આપવા કરતાં થોડું અને નિયંત્રિત પાણી આપવું વધુ અસરકારક સાબિત થાય છે. આ રીતે પાંદડાઓમાં ભેજ જળવાઈ રહે છે અને છોડ લાંબા સમય સુધી તાજગી જાળવી શકે છે.

શિયાળાની ઋતુમાં લાકડું બળ્યા બાદ બચેલી રાખને સારી રીતે બારીક કરીને છાણી લો. આ રાખમાંથી લગભગ એક ચમચી માત્રા તુલસીના છોડના મૂળ પાસે છાંટો. થોડા સમય બાદ છોડમાં ફરીથી હરિયાળી જોવા મળશે. રાખમાં રહેલા પોટેશિયમ સહિતના મહત્વપૂર્ણ ખનિજ તત્વો જમીનની ગુણવત્તા સુધારે છે અને છોડને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ ઘરેલું ઉપાય અઠવાડિયામાં એક જ વાર ઉપયોગમાં લો. થોડા દિવસોમાં તુલસીના પાન ફરી લીલા, તાજા અને ચમકદાર દેખાશે.

જો તુલસીના પાન પર નાના સફેદ રંગની જીવાતો નજરે પડે, તો તરત જ તેની સારવાર કરવી જરૂરી છે. લીમડાના પાંદડાં પાણીમાં ઉકાળો તેને ઠંડુ થયા બાદ તે દ્રાવણ તુલસીના છોડ પર છાંટો. આ ઉપાય જીવાતોને દૂર રાખવામાં મદદ કરશે અને છોડને નુકસાનથી બચાવશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
