AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: સોશિયલ મીડિયામાં ટેક્નોલોજીના દુરુપયોગને રોકવા રાજ્ય સરકાર સક્રિય, સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક તૈયાર થશે, જુઓ વીડિયો

Breaking news: સોશિયલ મીડિયામાં ટેક્નોલોજીના દુરુપયોગને રોકવા રાજ્ય સરકાર સક્રિય, સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક તૈયાર થશે, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2026 | 2:51 PM
Share

સોશિયલ મીડિયામાં વધતા ટેક્નોલોજીના દુરુપયોગને રોકવા માટે રાજ્ય સરકાર હવે સક્રિય બની છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ફ્રેમવર્ક હેઠળ ડેટાના સંગ્રહ, ઉપયોગ, શેરિંગ અને સુરક્ષા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.

આ અંગે ધારાસભ્ય Janak Talaviya દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી. સરકારના જણાવ્યા મુજબ આવનાર સમયમાં આ ફ્રેમવર્ક દ્વારા વિવિધ વિભાગોમાં ડેટાના વ્યવસ્થિત સંચાલન અને સુરક્ષા માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવશે.

ટેક્નોલોજીના દુરુપયોગને રોકવા માટે પણ ખાસ વ્યવસ્થા

ખાસ કરીને આ નીતિ બનાવતી વખતે Artificial Intelligence આધારિત સિસ્ટમ્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગને ધ્યાનમાં લેવામાં આવશે. AI આધારિત પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર ટેક્નોલોજીના દુરુપયોગને રોકવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

વિશેષ તાલીમ કાર્યક્રમો પણ શરૂ કરશે

રાજ્ય સરકાર અધિકારીઓને આ ક્ષેત્રમાં વધુ સક્ષમ બનાવવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમો પણ શરૂ કરશે. આ તાલીમમાં AI અને ટેક્નિકલ સ્ટાફ ઉપરાંત Deep Tech જેવા આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

સરકારનું માનવું છે કે ડિજિટલ યુગમાં ડેટા સુરક્ષા અને ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ માટે મજબૂત નીતિ ખૂબ જરૂરી છે. આ નવા ફ્રેમવર્ક દ્વારા સરકાર ડેટા ગવર્નન્સને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરશે.

Breaking News: યુદ્ધની અસર ભાવનગરના અલંગ યાર્ડ પર, શિપ બ્રેકિંગ યાર્ડમાં ગેસ અછતથી કામગીરી ધીમી

g clip-path="url(#clip0_868_265)">