જયપુરઃ પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં હોળીની અલગ જ ઉજવણી થાય છે. રાજસ્થાની સંસ્કૃતિને અનુસરીને, તમે અહીં અનોખી રીતે હોળી રમી શકો છો. અહીં તમે સસ્તામાં રહી શકો છો અને અહીંનું ભોજન પણ અદ્ભુત છે.
1 / 5
પુષ્કરઃ રાજસ્થાનમાં આ સ્થાન પર કપડા ફાડ હોળીનું આયોજન કરવામાં આવે છે અને આ કારણથી અહીંયા યાત્રીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.અહીંનુ સ્ટ્રીટ ફૂડ ખૂબ સસ્તું છે.
2 / 5
ઉત્તરાખંડઃ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે હોળીની ઉજવણી કરવાની એક અલગ જ મજા છે. જો તમે ફરવાના શોખીન છો અને આ હોળી પર કંઈક ખાસ કરવા માંગો છો તો તેના માટે ઉત્તરાખંડ જઈ શકો છો.
3 / 5
હિમાચલઃ બેસ્ટ હિલ સ્ટેશન ગણાતા હિમાચલના શિમલા અને મનાલીમાં તમે હોળીની ઉજવણી કરી શકો છો, અહીં તમને હોળીની ઉજવણી સિવાય ઘણા સુંદર દ્રશ્યો પણ જોવા મળશે.
4 / 5
ઉજ્જૈનઃ દેવતાઓના દેવ ભગવાન શિવની ભક્તિ માટે પ્રખ્યાત આ શહેર હોળી દરમિયાન એક અલગ જ મજામાં મગ્ન રહે છે. અહીં શેરીઓમાં આ સમય દરમિયાન અદ્ભુત નજારો જોવા મળે છે.