Travel With Tv9 : વેલેન્ટાઈન ડે પર અમદાવાદના આ ખાસ સ્થળોની લો મુલાકાત, દિવસ બનાવો યાદગાર
દરેક કપલ લગ્ન પછી એક બીજા સાથે સમય પસાર કરવા ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીક વાર સમય અને પૈસાના અભાવે વિદેશ ફરવાનું અથવા દૂર ફરવા જવાનું ટાળે છે. ત્યારે આજે અમે તમને એવા હનીમૂન સ્થળો જણાવીશું જે ગુજરાતમાં આવેલા છે. જ્યાં તમે ઓછા ખર્ચે વધારે મજા કરી શકશો.

વેલેન્ટાઈન ડેને વધારે યાદગાર બનાવવા માટે તમે અમદાવાદના કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈ શકો છો. પ્રકૃતિ અને શાંતિનું સંપૂર્ણ મિશ્રણ છે. અહીં તમે નદી કિનારે આરામથી સૂર્યાસ્ત જોઈ શકો છો.

તમે કાંકરિયા તળાવની મુલાકાત લઈ શકો છો. અહીં તળાવ કિનારે વાતાવરણ શાંત હોવાના કારણે તમે કોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આ સાથે જ બોટ રાઈડ અને સુંદર બગીચાઓની મુલાકાત લઈ શકો છો.

તમે અદભુત "સીદી સૈયદ જાળી" બારી માટે જાણીતી, આ ઐતિહાસિક મસ્જિદ શાંતિપૂર્ણ અને સુંદર વાતાવરણ પ્રદાન કરે છે. તેની મુલાકાત પણ લઈ શકો છો.

વેલેન્ટાઈન ડે ના દિવસે તમે અડાલજ સ્ટેપવેલની મુલાકાત લઈ શકો છો. વાવની સુંદર કોતરણી , ઈતિહાસ અને સંસ્કૃતિ દર્શાવતું એક રોમેન્ટિક સ્થળ છે.

વેલેન્ટાઈન ડે ના દિવસે તમે અમદાવાદના લો ગાર્ડનની મુલાકાત લઈ શકો છો. અહીં તમે સાંજના સમયે ફરવા માટે આવી શકો છો. સ્થાનિક બજારની મુલાકાત પણ લઈ શકો છો. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવની મુલાકાત લઈ શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































