Travel Tips : ચોમાસામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખજો
ચોમાસું આવતા જ લોકો બેગ પેક કરીને ફરવા માટે નીકળી જાય છે. ત્યારે તમારી સાથે નાના બાળકો, કે પરિવારના સભ્યો પણ હોય છે. તોચાલો જાણીએ કે, ચોમાસા દરમિયાન મુસાફરી કરવાનું આયોજન કરતા પહેલા કઈ કઈ વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.

ચોમાસાની સિઝનમાં સફરને રોમાંચક બનાવવા માટે તમારે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ચોમાસામાં કાંઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો પહેલા આ વાત જાણી લેજો.

પહેલું ચોમાસાની સિઝન વરસાદની સિઝન છે. અનેક સ્થળોએ ધોધમાર વરસાદ આવે છે. તો ફરવા જતી વખતે સુરક્ષાનો પહેલો પ્રશ્ન સામે આવે છે.ચોમાસામાં એવા સ્થળે ફરવાનો પ્લાન બનાવો જ્યાં ભારે વરસાદથી તમને કોઈ મુશ્કેલીઓ ન આવે. જે પણ સ્થળે જઈ રહ્યા છો. તેનું વાતાવરણ કેવું છે તે તપાસી લો.

વરસાદની ઋતુમાં પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની શક્યતા સૌથી વધુ હોય છે. હાલમાં મંડી અને ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં ખુબ મોટું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વના ઘણા વિસ્તારોમાં ચોમાસામાં ખતરાની શક્યતા વધુ હોઈ શકે છે. ચોમાસાની ઋતુમાં પહાડી સ્થળોએ જવાનું ટાળો. અહીં ચોમાસા દરમિયાન રસ્તા તૂટી પડવાનો, ટ્રાફિક જામ થવાનો અને જીવ ગુમાવવાનો ભય રહે છે.

ચોમાસા દરમિયાન, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ જેવા શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે. ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારો અથવા દરિયા કિનારે આવેલા સ્થળે જવાનું ટાળો. ટ્રાફિક સમસ્યા, ફ્લાઇટ કે ટ્રેનમાં વિલંબ અને સ્વાસ્થ્ય જોખમો થવાની શક્યતા છે.

જંગલોમાં વરસાદ દરમિયાન, કાદવ, કીચડ વધુ થઈ જાય છે. આવી સ્થિતિ અને જંતુઓનું જોખમ વધી જાય છે. તેથી, ચોમાસા દરમિયાન જંગલ સફારી કે ટ્રેકિંગથી દૂર રહો. આનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન જંગલમાં વચ્ચે નદી આવે તો તેનું સ્તર અચાનક વધી જાય તો મુશ્કેલી થઈ શકે છે અને જંગલી પ્રાણીઓની અવરજવર વધી જાય છે.

વરસાદમાં જૂના કે નાના પુલ ધોવાઈ જાય છે, તેથી ખાસ કરીને બિનજરૂરી સ્થળોએ જવાનું ટાળો. અજાણ્યા રસ્તાઓ, નબળા પુલ પર જવાનું ટાળો. તેમજ જે સ્થળોએ વધારે પાણી હોય ત્યાં જવાનું પણ ટાળો. ઉંચાઈ વાળા વિસ્તારોમાં સેલ્ફી લેતી વખતે અનેક ઘટનાઓ વિશે આપણે સાંભળ્યું જ છે. જેનાથી મોટો અકસ્માત પણ સર્જાય જાય છે.

ખાસ અને મહત્વની વાત એ છે કે, જો ચોમાસામાં તમે નાના બાળકોને ફરવા લઈ જઈ રહ્યા છો. તો ખાસ First Aid Kit તમારા બેગમાં રાખી લો, જે ક્યારે પણ કામ આવી શકે છે. (photo : canva , PTI)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
