ટ્રાવેલ ટિપ્સ: ભારતના આ શહેર વિદેશી લોકોને છે ખુબ જ પસંદ, રહેવુ, જમવુ અને ફરવુ છે એકદમ સસ્તુ, જુઓ તસ્વીરો
વિશ્વભરમાંથી પ્રવાસીઓ ભારતના વિવિધ રંગોને નજીકથી જોવા અને અનુભવ કરવા આવે છે. ભારતમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પોતાની સુંદરતા માટે ઓળખાય છે અને સુંદરતા જોવી કોને ના ગમે.

ભારત પોતાની વિવિધતા અને સંસ્કૃતિના લીધે દુનિયાભરમાં વિખ્યાત છે. વિદેશમાંથી ફરવા આવતા લોકો ભારતના વખાણ કરતા થાકતા નથી. ભારતની આ ખાસ એ છે કે અહીંના લોકોએ પોતાની સાંસ્કૃતિક વિવિધતાને વિશેષતામાં બદલી દીધી છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ ભારતના વિવિધ રંગોને નજીકથી જોવા અને અનુભવ કરવા આવે છે. ભારતમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પોતાની સુંદરતા માટે ઓળખાય છે અને સુંદરતા જોવી કોને ના ગમે.

હૈદરાબાદ- હૈદરાબાદનો ઉલ્લેખ ઈતિહાસના પાના પર ઘણો મળે છે. તેને નિઝામોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમને ચાર મીનારથી લઈને ગોલકુંડા ફોર્ટ સુધી તમામ એવી જગ્યાઓ ફરવા મળી જશે, જ્યાં તમે ઓછા ખર્ચમાં પણ ફરી શકો છો. જો તમે ફિલ્મોના શોખીન છો તો તમે અહીં દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટૂડિયો રામોજી ફિલ્મ સિટી પણ ફરી શકો છો.

ઈન્દોર - ઈન્દોર જુનુ પણ ઝડપથી વિકસિત થતુ શહેર છે. તમને જણાવી દઈએ કે ઈન્દોરને મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અહીં ફરવુ અને ખાવુ ખુબ જ સસ્તુ છે. ઈન્દોરને મિની મુંબઈના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં તમે કાલબાગ પેલેસ અને પાતાલ વોટર ફોલ ફરવા જઈ શકો છો.

અમદાવાદ- અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોજગારના સાધન વધી રહ્યા છે. અહીં આવેલ સાબરમતી આશ્રમ દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ અને અમદાવાદની પોળો, અડાલજની વાવ પણ તમે સસ્તામાં ફરી શકો છો. જણાવી દઈએ કે યુનેસ્કોએ અમદાવાદને વિશ્વનું પ્રથમ હેરિટેજ સીટી જાહેર કર્યુ છે.

જયપુર- રાજા-રજવાડાઓની ધરતી અને રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફરવુ વિદેશી લોકોને ખુબ જ પસંદ છે. તેને પિંક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. હવા મહેલ જોવાની સાથે જ વાતાવરણનો આનંદ લેવા માટે જયપુર જરૂર જવુ જોઈએ.
