અનમોલના લગ્નમાં ટીના અંબાણીએ બહેનો સાથે કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ અનસીન PHOTOS
ઉદ્યોગપતિ અનમોલ અંબાણીની માતા અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણીએ તેમના પુત્રના લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.

પૂર્વ અભિનેત્રી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના પરિવારની ઝલક શેર કરતી રહે છે.

ટીનાના મોટા પુત્ર અનમોલ અંબાણીએ 20 ફેબ્રુઆરીના રોજ તેની 'લવ ઓફ લાઈફ' ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા હતા.તેમના લગ્ન ભવ્ય રીતે થયા હતા.

6 માર્ચના રોજ ટીના અંબાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર અનમોલના લગ્નના ફંક્શનની કેટલીક તસવીરો શેર કરી હતી.આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું,"એક શુભ નવી શરૂઆત માટે આશીર્વાદ"

આ તસવીરમાં ટીના તેની બહેનો સાથે ડાન્સ કરતી જોવા મળે છે.જેને શેર કરતાં ટીનાએ કેપ્શનમાં લખ્યું, "લગ્ન કંઈ કહેતા નથી, કમાલની જાન અને મારી સુંદર બહેનોએ ધૂમ મચાવી દીધી!"

કેટલીક તસવીરોમાં વર સહિત તમામ જાનૈયાઓને કસ્ટમાઇઝ્ડ ટી-શર્ટ પહેરેલા બતાવવામાં આવ્યા છે.

26 ફેબ્રુઆરીના રોજ, ટીના અંબાણીએ તેના ઇન્સ્ટા પર અનમોલ અને ક્રિશાના લગ્ન પહેલાની તસવીરો શેર કરી હતી.એક તસવીરમાં ટીના અંબાણી, અનિલ અંબાણી અને અનમોલ, ક્રિશા સાથે પોઝ આપતાં જોઈ શકાય છે.