AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોમિની કે કાનૂની વારસદાર? તમારી મિલકતનો અસલી માલિક કોણ?

તમે બેંક એકાઉન્ટ કે વીમા પોલિસીમાં જેનું નામ લખ્યું છે, શું એ જ વ્યક્તિ તમારા પછી તે પૈસાનો માલિક બનશે? મોટાભાગના લોકોનો જવાબ 'હા' હશે પણ હકીકત તમને ચોંકાવી દેશે.

| Updated on: Feb 18, 2026 | 11:17 AM
Share
ઘણીવાર લોકો જ્યારે બેંક એકાઉન્ટ ખોલાવે, ઈન્શ્યોરન્સ પોલિસી લે અથવા મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરે ત્યારે 'નોમિની' (વારસદાર) નું નામ નોંધાવતા હોય છે. ત્યારબાદ તેઓ એવું માની લે છે કે, તેમના મૃત્યુ પછી એ વ્યક્તિ જ તે પૈસા કે મિલકતનો સાચો માલિક બની જશે.

1 / 12
હવે વાસ્તવિકતા એ છે કે, નોમિની (Nominee) અને કાનૂની વારસદાર (Legal Heir) બંને એક સમાન નથી. ઘણા કિસ્સાઓમાં નોમિની માત્ર પૈસા મેળવનાર એક 'ટ્રસ્ટી' જેવો હોય છે, જ્યારે તે મિલકત પર અસલી હક તો બીજા કાનૂની વારસદારોનો જ હોય છે. આ જ મૂંઝવણ આગળ જતાં પારિવારિક વિવાદ અને કોર્ટ કેસનું મુખ્ય કારણ બને છે.

2 / 12
નોમિની એ એક એવી વ્યક્તિ છે કે, જેનું નામ તમે કોઈપણ નાણાકીય પ્રોડક્ટમાં નોંધો છો, જેથી તમારા મૃત્યુ પછી પૈસા કે મિલકત સરળતાથી ટ્રાન્સફર થઈ શકે. બેંક, ઈન્સ્યોરન્સ કંપની કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે નોમિની એ જ વ્યક્તિ છે, જેને તેઓ રકમ ચૂકવી દે છે. કાનૂની દૃષ્ટિએ નોમિનીને અવારનવાર 'ટ્રસ્ટી' માનવામાં આવે છે. ટૂંકમાં, તે વ્યક્તિને પૈસા કે મિલકત તો મળી જાય છે પરંતુ તે તેનો અંતિમ માલિક હોય તે જરૂરી નથી. ઘણા કિસ્સાઓમાં નોમિનીએ તે રકમ આગળ કાનૂની વારસદારોને સોંપવી પડે છે.

3 / 12
કાનૂની વારસદાર એવા લોકો છે કે, જેમને કાયદા મુજબ તમારી મિલકત પર અધિકાર મળે છે. આ અધિકાર તમારી વસિયત (Will) દ્વારા નક્કી થાય છે. જો વસિયત ન હોય, તો પર્સનલ લો (Personal Law) ના આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં પતિ કે પત્ની, બાળકો અને માતા-પિતાનો સમાવેશ થાય છે. અલગ-અલગ ધર્મોમાં ઉત્તરાધિકારના નિયમો અલગ-અલગ હોય છે પરંતુ મૂળ સિદ્ધાંત મુજબ, કાયદો નક્કી કરે છે કે અસલી હકદાર કોણ છે.

4 / 12
એવામાં અહીં જ સૌથી મોટી મૂંઝવણ ઊભી થાય છે. નોમિની એ વ્યક્તિ છે કે, જેને સંસ્થા પૈસા આપે છે. કાનૂની વારસદાર એ વ્યક્તિ છે કે, જેને કાયદા મુજબ પૈસા પોતાની પાસે રાખવાનો અધિકાર હોય છે. જો નોમિની અને કાનૂની વારસદાર એક જ વ્યક્તિ હોય, તો કોઈ સમસ્યા આવતી નથી પરંતુ જો બંને અલગ હોય, તો વિવાદની શક્યતા વધી જાય છે. આવા સંજોગોમાં નોમિનીને પૈસા મળ્યા પછી પણ તેણે તે કાનૂની વારસદારને આપવા પડી શકે છે.

5 / 12
બેંક એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD): આમાં બેંક મૃત્યુ પછી પૈસા નોમિનીને સોંપી દે છે પરંતુ જો કોઈ કાનૂની વારસદાર તે રકમ પર પોતાનો દાવો રજૂ કરે, તો નોમિનીએ તે પૈસા તેમને પરત કરવા પડી શકે છે.

6 / 12
લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી: અહીં સ્થિતિ થોડી અલગ હોઈ શકે છે. જો પોલિસીમાં 'Beneficial Nominee' (લાભાર્થી નોમિની) બનાવવામાં આવ્યા હોય (સામાન્ય રીતે પતિ-પત્ની, બાળકો કે માતા-પિતા), તો તે વ્યક્તિ જ અંતિમ હકદાર માનવામાં આવે છે. જો સામાન્ય નોમિની હોય, તો તે માત્ર પૈસા મેળવવાનું એક માધ્યમ જ ગણાય છે.

7 / 12
મ્યુચ્યુઅલ ફંડ અને શેર: AMC (એસેટ મેનેજમેન્ટ કંપની) અથવા ડિપોઝિટરી (CDSL/NSDL) પૈસા કે શેર નોમિનીના નામે ટ્રાન્સફર કરી દે છે પરંતુ કાનૂની વારસદારો પાછળથી આ મિલકત પર દાવો કરી શકે છે, ખાસ કરીને જ્યારે તમારી વસિયત (Will) માં કંઈક અલગ જોગવાઈ કરવામાં આવી હોય.

8 / 12
પીએફ (PF), ગ્રેચ્યુઈટી અને પેન્શન: સરકારી અને EPF ના નિયમોમાં નોમિનીને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમ છતાં, પારિવારિક દાવાઓ અને કોર્ટના આદેશો અહીં પણ અસર કરી શકે છે.

9 / 12
વસિયત (Will) એ એવો દસ્તાવેજ છે કે, જે નોમિની કરતાં પણ ઉપર ગણાય છે. જો તમે એક કાયદેસરની અને સ્પષ્ટ વસિયત બનાવી હોય, તો વિવાદની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. જો વસિયતમાં લખ્યું હોય કે, મિલકત પુત્રીને મળશે અને નોમિની તરીકે બીજી કોઈ વ્યક્તિ હોય, તો અંતે કાયદો પુત્રીને જ પ્રાથમિકતા આપશે. વસિયત વગર મિલકતની વહેંચણી પર્સનલ લો (Personal Law) મુજબ થાય છે. આ એવી પરિસ્થિતિ છે, જ્યાં સૌથી વધુ ઝઘડા થાય છે. પૈસા એક વ્યક્તિ પાસે હોય છે પરંતુ તેના દાવેદારો અનેક હોય છે.

10 / 12
મોટાભાગના લોકો વર્ષો સુધી નોમિનીની વિગતો અપડેટ કરતા નથી. લગ્ન, છૂટાછેડા કે બાળકોના જન્મ પછી પણ જૂના નોમિનીનું નામ જ ચાલતું હોય છે. ઘણા લોકો એવું માની લે છે કે, નોમિની જ માલિક હોય છે અને વસિયત બનાવવાની જરૂર સમજતા નથી. આ જ ગેરસમજ પરિવારને કોર્ટ સુધી લઈ જાય છે.

11 / 12
ટૂંકમાં કહીએ તો, નોમિની એ માત્ર એક સુવિધા છે, માલિકી હક નથી. અસલી નિર્ણય કાયદો અને વસિયત (Will) દ્વારા લેવામાં આવે છે. જો યોગ્ય આયોજન કરવામાં ન આવે, તો તમારી મહેનતની કમાણી તમારા પરિવાર માટે સુરક્ષાને બદલે વિવાદનું કારણ બની શકે છે. થોડો સમય ફાળવીને નોમિની (Nominee) અને વસિયતને વ્યવસ્થિત કરવી એ તમારા પરિવારને લાંબાગાળાની આર્થિક તેમજ માનસિક શાંતિ આપી શકે છે.

12 / 12

આ પણ વાંચો: કાનુની સવાલ: લગ્ન પહેલા શારીરિક સંબંધો યોગ્ય છે કે ખોટા? જાણો સુપ્રીમ કોર્ટે આ મામલે શું કહ્યું

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?

અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો

આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો

g clip-path="url(#clip0_868_265)">