AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: આ એક મોટી ભૂલે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપમાંથી બહાર ફેંક્યું, ઝિમ્બાબ્વે સામેની હાર તો માત્ર શરૂઆત…

ક્રિકેટ જગતમાં અત્યારે T20 વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ છે પરંતુ સૌથી વધુ ચર્ચા ઓસ્ટ્રેલિયાના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાની થઈ રહી છે. સાંભળવામાં ભલે અજીબ લાગે પણ વર્તમાન T20 વર્લ્ડ કપમાં આ એક હકીકત બની ગઈ છે.

| Updated on: Feb 18, 2026 | 3:47 PM
Share
ODI વર્લ્ડ કપમાં રેકોર્ડ 6 વખત ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમ T20 ફોર્મેટમાં ક્યારેય એવો દબદબો બનાવી શકી નથી. T20 વર્લ્ડ કપની અત્યાર સુધીની 10 એડિશનમાં ઓસ્ટ્રેલિયા માત્ર એક જ વાર (વર્ષ 2021) માં ચેમ્પિયન બન્યું છે. નવાઈની વાત તો એ છે કે, છેલ્લા 5 વર્ષમાં તેનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે.

1 / 7
આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ સિલેક્શન (પસંદગી) પર સૌથી વધુ સવાલો ઉઠ્યા છે. ઈજાગ્રસ્ત હોવા છતાં પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓને સ્ક્વોડમાં રાખવામાં આવ્યા હતા. જો કે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ કમિન્સ અને હેઝલવુડ બહાર થઈ ગયા હતા. કમિન્સના સ્થાને બેન ડ્વારશુઈસનો સમાવેશ કરવામાં આવ્યો પરંતુ હેઝલવુડના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નહોતી.

2 / 7
ઝિમ્બાબ્વે સામેની હાર બાદ છેલ્લી ઘડીએ સ્ટીવ સ્મિથને ટીમમાં જોડવામાં આવ્યો પરંતુ શ્રીલંકા સામે પલ્લેકેલેમાં રમાયેલી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળી, જ્યારે ત્યાંની પરિસ્થિતિ તેના માટે સાનુકૂળ હતી. શ્રીલંકા સામેની મહત્વની મેચમાં એક સમયે 104/0 ના સ્કોર પર મજબૂત દેખાતી ઓસ્ટ્રેલિયન ટીમ 181/10 માં સમેટાઈ ગઈ હતી. ટીમે છેલ્લી 6 વિકેટ માત્ર 21 રનમાં ગુમાવી દીધી હતી.

3 / 7
T20 ફોર્મેટને લઈને ઓસ્ટ્રેલિયાની પ્રાથમિકતા પર પણ હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. 1 જાન્યુઆરી, 2022 પછી ઓસ્ટ્રેલિયાએ માત્ર 72 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જે તમામ 'ફુલ મેમ્બર' દેશોમાં સૌથી ઓછી છે. નવાઈની વાત તો એ છે કે, ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડ કરતા પણ ઓછી મેચો રમી છે.

4 / 7
1 જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ T20I મેચ રમનાર ટીમોની યાદીમાં ભારત 118 મેચ સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ પાકિસ્તાન (106) અને વેસ્ટ ઈન્ડિઝ (96) નો નંબર આવે છે. આ સમયગાળા દરમિયાન ન્યૂઝીલેન્ડે 95, ઝિમ્બાબ્વેએ 92 અને બાંગ્લાદેશે 89 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. યાદીમાં આગળ શ્રીલંકા (80), ઈંગ્લેન્ડ (78) અને આયર્લેન્ડ (74) છે. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા બંનેએ 73-73 મેચ રમી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા 72 મેચ સાથે સૌથી નીચેના ક્રમે છે.

5 / 7
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે, દ્વિપક્ષીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા તેના મુખ્ય ખેલાડીઓને આરામ આપતું રહ્યું છે. 2026 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સામેની છેલ્લી શ્રેણીમાં પણ વર્લ્ડ કપ સ્ક્વોડના ખેલાડીઓ સાથે રમ્યા નહોતા. આની અસર ટીમ કોમ્બિનેશન અને તાલમેલ પર સ્પષ્ટપણે જોવા મળી હતી.

6 / 7
ઘણીવાર એક મોટો આંચકો ટીમને નવી દિશા આપે છે. 2022 T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે મળેલી હાર બાદ ભારતે પોતાની રમતમાં મોટો ફેરફાર કર્યો અને આક્રમક અભિગમ અપનાવ્યો. ઓસ્ટ્રેલિયા માટે પણ આ એક એવો જ વળાંક સાબિત થઈ શકે છે. ટેસ્ટ અને ODIમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો હજુ પણ યથાવત છે પરંતુ જો તેમને વર્લ્ડ ક્રિકેટમાં સંપૂર્ણ રીતે રાજ કરવું હોય, તો T20 ફોર્મેટને પણ ગંભીરતાથી લેવું પડશે.

7 / 7

આ પણ વાંચો: Breaking News: “ભારત 2023 વર્લ્ડ કપ જીતી ગયું હોત, જો…” ભારતીય ક્રિકેટરે અમદાવાદ ફાઈનલને લઈને આપ્યું મોટું નિવેદન

ગુજરાત બજેટમાં નવી 3000 ભરતી અને બીચ ટુરિઝમ પર ખાસ ભાર

બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ

Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ

AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા

ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ

અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ

ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા

સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત

g clip-path="url(#clip0_868_265)">