AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ, PG ચલાવતા હોવાનું તપાસમાં આવ્યુ સામે

અમદાવાદમાં સરકારી આવાસના દુરુપયોગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં LIG ફ્લેટમાં ગેરકાયદેસર રીતે PG ચલાવવામાં આવતું હતું. મનપાની ટીમે દરોડા કરી આ ઘટસ્ફોટ કર્યો.

અમદાવાદમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ, PG ચલાવતા હોવાનું તપાસમાં આવ્યુ સામે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2026 | 8:56 PM
Share

અમદાવાદમાં સરકારી આવાસન સૌથી મોટો દુરુપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. સરકારી આવાસમાં PG ચલાવવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાની આ ઘટના છે. LIG 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે દરોડા પાડતા સમગ્ર ખેલ ઉજાગર થયો. દરોડા દરમિયાન આવાસ યોજનામાં PG ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે આવાસ યોજનાના ઘરમાં PG માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાઈ હતી. કોર્પોરેશનની હાઉસિંગ વિભાગની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરતા સમગ્ર ઘટનાને ઉજાગર કરી છે. હાઉસિંગ કમિટી ચેરમને મુકેશ પટેલને બાતમી મળતા આ કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હોય તેવું જણાતું હતું.,,પરંતુ આ વખતે આ મકાન માલિકે આવાસ PG માટે આપી દીધું

જ્યારે આ મામલે અમારા સંવાદદાતા આવાસ યોજનામાં પહોંચ્યા અને મકાન માલિકને આ અંગે સવાલ કરતા તેણે પહેલા તો ના પાડી દીધી કે અહીંયા એવું કશું જ ચાલતું નથી..,હું પોતે જ અહીંયા રહુ છું.

તો બીજી તરફ જ્યારે અમારા સંવાદદાતાએ તેમની સામે જ તેમની પોલ ખોલી અને ઓનલાઈન એક ખાનગી વેબસાઈટ પર PG તરીકે તેમના ઘરના ફોટા અને ભાવ બતાવ્યા તો બધુ જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયુ અને ગોટાળે ચડાવતા મકાન માલિકે દોષનો ટોપલો તેમના મિત્રો પર ઢોળી દીધો

આ બાજુ સોસાયટીના સભ્ય અને ચેરમેન પણ દાવો કરી રહ્યા છે કે અમને સતત ફરિયાદો મળતી હતી અને CCTV ફૂટેજ પણ છે કે અહીં PG તરીકે ઉપયોગ થતો હતો.

હાલ તો અમદાવાદ મનપાના અધિકારીઓ આવાસ સીલ કરવામાં આવશે તેવો દાવો કરી રહ્યા છે. પરંતુ મકાન માલિક સામે શું કાર્યવાહી થશે અને જે વ્યક્તિ દાવો કરે છે કે મકાન તેનું જ છે તેની પણ તપાસ આગામી સમયમાં થવી જોઈએ કે ખરેખર તે મકાન માલિક છે કે નથી. સાથે જ સરકારે પણ આ મામલે વિચારવું જોઈએ કે ગમે તેટલા આવાસ બની જાય પરંતુ જો સાચા લાભાર્થી સુધી આ આવાસ નહીં પહોંચે તો પોતાની માલિકાના ઘરનું સ્વપ્ન ગરીબોનું ક્યારે પૂર્ણ નહીં થાય

Input Credit- Jignesh Patel- Ahmedabad

અડધી રાત્રે ઈન્દિરા ગાંધીએ જ્યારે પોતાની પુત્રવધુને કહ્યુ “આ તારા પતિનું નહીં દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે, અત્યારે જ આ ઘરની બહાર નીકળ…”

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">