Rajkot : ‘રામવન – ઘ અર્બન ફોરેસ્ટ’ના નિર્માણ બાદ પ્રથમ રામનવમીએ હજારો લોકોએ લીધી મુલાકાત,બાળકો અને વૃદ્ધો માટે હતી ફ્રી એન્ટ્રી

Ramvan Urban Forest Rajkot : રામવનના લોકાર્પણ બાદ આ પહેલી રામનવમી હતી જેથી મનપા દ્વારા બાળકો અને વૃદ્ધો માટે ખાસ ઓફર રાખવામાં આવી હતી.12 વર્ષ કે તેથી નાના બાળકો અને સિનિયર સિટિઝન્સ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી.

Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 30, 2023 | 10:32 PM
રાજકોટમાં આજીડેમ નજીક મનપા દ્વારા 43 એકરમાં ભવ્ય રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.2022 માં રામવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.રામવનના લોકાર્પણ બાદ આ પહેલી રામનવમી હતી જેથી મનપા દ્વારા બાળકો અને વૃદ્ધો માટે ખાસ ઓફર રાખવામાં આવી હતી.

1 / 5
12 વર્ષ કે તેથી નાના બાળકો અને સિનિયર સિટિઝન્સ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી.જેથી આજે મોટી સંખ્યમાં લોકોએ રામવનની મુલાકાત લીધી હતી.આજે કુલ 5 હજાર થી વધુ વૃદ્ધોએ અને કુલ 8 હજાર જેટલા લોકોએ રામવનની મુલાકાત લીધી હતી.

2 / 5
મનપા દ્વારા ગયા ગયા વર્ષે આજીડેમ નજીક 47 એકર જમીનમાં 13.77 કરોડના ખર્ચે ભવ્ય રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.પ્રકૃતિના ખોળે આ રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં નાના મોટા 65 હજાર જેટલા વૃક્ષ પણ વાવવામાં આવ્યા છે.ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો રામવનમાં આબેહૂબ કંડારવામાં આવ્યા છે.

3 / 5
રામવનનો પ્રવેશ દ્વાર ભગવાન રામના ધનુષ આકારનો બનાવવામાં આવ્યો છે.પ્રવેશદ્વારથી અંદર જતા ભગવાન રામની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે.તેનાથી આગળ જટાયુ ચોકમાં જટાયુ દ્વાર છે.

4 / 5
આ ઉપરાંત ભગવાન રામનો રાજ્યાભિષેક,હનુમાન જી દ્વારા જડીબુટીનો આખો પર્વત લઈ આવવાનો પ્રસંગનું પણ સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે.ભગવાન રામ અને સીતા હરણને નિહાળતા હોય તેવી પ્રતિમા પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત રામવનમાં આવેલા એક તળાવમાં રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે.ખૂબ જ સુંદર રીતે રામવનનું પ્રકૃતિ વચ્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.નિર્માણથી લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ રામવનની મુલાકાત લીધી છે.ત્યારે રામવનના નિર્માણ બાદ આ પહેલો રામનવમી હોવાથી મોટી સંખ્યામાં લોકો રામવનની મુલાકાત લીધી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">