વર્ષની કમાણી હવે અઠવાડિયામાં જ કરશો! આ દેશની કરન્સી સૌથી મજબૂત, ભારતીય યુવાઓ અહીં આવીને અઢળક રૂપિયા કમાય છે
દુનિયાના દરેક દેશની કરન્સીની ખાસ વેલ્યૂ હોય છે. એવામાં જ્યારે ભારતમાંથી બહાર જઈને કામ કરવાની વાત આવે, ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવે છે કે, કયા દેશમાં વધારે પગાર અને કરન્સી વેલ્યૂ ઊંચી હશે?

જો તમે પણ સારી કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમેરિકા અને લંડન કરતાં પણ વધારે કમાણી કરવાની તક આ દેશમાં ઉપલબ્ધ છે. આ દેશની ઊંચી કરન્સી વેલ્યૂ અને વધતી રોજગારીની તકો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક આકર્ષક ઓપ્શન છે.

કુવૈતી દિનારને વિશ્વનું સૌથી મજબૂત ચલણ માનવામાં આવે છે. એક કુવૈતી દિનારની કિંમત આશરે 288.54 ભારતીય રૂપિયા જેટલી છે. આનો અર્થ એ છે કે, જો તમારી પાસે ફક્ત 100 કુવૈતી દિનાર હોય, તો ભારતમાં તેની વેલ્યૂ આશરે 28,854 રૂપિયા જેટલી થાય છે.

કુવૈત એક નાનો પણ શ્રીમંત દેશ છે. કુવૈતમાં 'તેલ ભંડાર' તેની મજબૂતાઈનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કુવૈત વિશ્વના તેલ ભંડારના લગભગ 7% જેટલો હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે, દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત છે અને સરકાર પાસે વિદેશી ચલણની કોઈ અછત નથી. કુવૈતનું ચલણ યુએસ ડોલર કરતાં પણ વધુ મૂલ્યવાન માનવામાં આવે છે.

કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. કુવૈતમાં ભારતીયોની એન્જિનિયરિંગ, હેલ્થકેર, કન્સ્ટ્રકશન અને IT સેક્ટરમાં ખૂબ જ માંગ છે. ભારતીયોને અહીં સારો એવો પગાર મળે છે અને બીજું કે ટેક્સની પણ કોઈ મુશ્કેલી નથી.

જો કોઈ ભારતીય પ્રોફેશન દર મહિને માત્ર 1,000 કુવૈતી દિનાર કમાય છે, તો ભારતીય દ્રષ્ટિએ તેનું મૂલ્ય આશરે ₹2.88 લાખ જેટલું થાય છે. આનો અર્થ એ છે કે, ભારતમાં ઘણા લોકો જેટલી કમાણી આખા વર્ષે કરે છે, એટલું તો ત્યાં થોડા જ અઠવાડિયામાં કમાઈ શકે છે.

જો તમારી પાસે કુવૈતમાં કામ કરવા માટે ડિગ્રી અથવા ખાસ સ્કિલ હોય, તો નોકરી શોધવામાં કોઈ ખાસ મુશ્કેલી આવતી નથી. અહીં મોટાભાગના એમ્પ્લોયર્સને ટેકનિકલ નોલેજ, ઈંગ્લિશ કોમ્યુનિકેશન અને પ્રોફેશનલ વલણ ધરાવતા લોકોની જરૂર હોય છે.

ખાસ વાત એ છે કે, લોકો કુવૈતમાં થોડા વર્ષો સુધી કામ કરે છે અને પછી જ્યારે ભારત પાછા ફરે છે, ત્યારે તેમની બચત લાખોમાં થાય છે. ઘણા લોકો આ બચતથી ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરે છે અથવા તો મિલકતમાં રોકાણ કરે છે.
આ પણ વાંચો: FASTag નિયમોમાં આજથી થયો મોટો ફેરફાર, આ વાતનું ધ્યાન નહીં આપો, તો ચૂકવવો પડશે બમણો ટોલ
