લગ્ન માટે સ્થળ પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, મહેમાનોને પણ મજા પડશે
લગ્ન જીવનનું એક મહત્વનું પાસું છે જે ખૂબ જ ખાસ છે. આજકાલ લોકો આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે અલગ-અલગ અને નવી રીતો અપનાવવા લાગ્યા છે. જેમાં, ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી-વેડિંગ શૂટ જેવી ટ્રેન્ડિંગ પદ્ધતિઓ ઘણી વધી ગઈ છે. હવે વાત કરીએ લગ્ન સ્થળની. આ પસંદ કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

લગ્નને લઈને દરેક લોકો ખુબ જ ખુશ હોય છે. ફંકશનની વાત ઘરમાં આવતા જ તમામ લોકો કપડાંથી લઈને લગ્નનું વેન્યુને સિલેક્ટ કરવામાં પરેશાની આવતી હોય છે. તેની સામે અનેક ઓપ્શન પણ હોય છે પરંતુ તેમાં બજેટને લઈને પણ કન્ફ્યુઝ રહેતા હોય છે. આપણે આપણા બજેટને જોઈને શાનદાર વેન્યુ સિલેક્ટ કરવાનો હોય છે.જેનાથી ફંક્શનને એન્જોય કરી શકો. તો જો તમે કોઈ ફંક્શન કે પછી લગ્નના વેન્યુ સિલેક્ટ કરવામાં પરેશાની થઈ રહી છે તો આ લેખ ખાસ તમારા માટે છે.

લગ્નમાં જમવાનું સારું ન હોય તો મહેમાનો પરની છાપ બગડી જાય છે. તેથી એવી હોટેલ પસંદ કરો જેમાં કેટરિંગ સેવાઓ અને મેનુ વિકલ્પો હોય. બુકિંગ કરતા પહેલા એક વાર ત્યાંના ભોજનનો સ્વાદ માણો, તેની ગુણવત્તા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો.

હોટલની પસંદગી કરતી વખતે હવામાનનું ખાસ ધ્યાન રાખો. ઉનાળાની ઋતુમાં એસી અને પંખાની સુવિધાઓ તેમજ શિયાળામાં એવી હોટલની પસંદગી કરો જે યોગ્ય હોય.

દરેકનું બજેટ પોતાના હિસાબથી અલગ હોય છે પરંતુ હોટલ બુક કરતા પહેલા હોટલ રુમ, ડેકોરેશન અને દરેકના ચાર્જ વિશે હોટલ મેનેજરની સલાહ લો.

જો તમારા ગેસ્ટ અન્ય કોઈ સ્થળ પરથી આવી રહ્યા છો તો હોટલમાં રહેવાની સુવિધાનું ખાસ ધ્યાન રાખો. જેનાથી તે આરામથી રહી શકે અને તેને કોઈ અસુવિધા ન મળે.

આજકાલ દરેક વસ્તુનો ઓનલાઈન રિવ્યુ સરળતાથી ઉપલબ્ધ છે. તેથી, તમારે ઓનલાઈન સંશોધન કરવું જોઈએ અને તમારા જાણકાર લોકો પાસેથી તે સ્થળ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.
