આ છે મોઢામાં વધુ પડતી લાળ બનવાના કારણો, તેનાથી રાહત મેળવવા કરો આ ઉપાયો
માનવીનું શરીર કેટલાક સુવ્યવસ્થિત તંત્રોથી ચાલે છે. તેમાનુ જ એક તંત્ર છે પાચનતંત્ર. લાળ (Saliva) પાચનતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોંમાં ભેજ જાળવવાથી લઈને ખોરાકને પચાવવામાં મદદ કરવા સુધીનું કામ લાળ કરે છે.

માનવીનું શરીર કેટલાક સુવ્યવસ્થિત તંત્રોથી ચાલે છે. તેમાનુ જ એક તંત્ર છે પાચનતંત્ર. લાળ (saliva) પાચનતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોંમાં ભેજ જાળવવાથી લઈને ખોરાકને પચાવવામાં મદદ કરવા સુધીનું કામ લાળ કરે છે. જો મોંમા લાળનું વધુ પડતું ઉત્પાદન થતું હોય તો તેને અવગણશો નહીં. ચાલો જાણીએ તેના કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયો.

સાઇનસઃ આ એક પ્રકારનો રોગ છે, વારંવાર છીંક આવવા ઉપરાંત, મોંમાં વધારાની લાળ ઉત્પન્ન થવાની સમસ્યા પણ સાઇનસ રોગને કારણે થાય છે. સાઇનસની સારવાર ઓપરેશન દ્વારા થઈ શકે છે.

હોઠ ફાટવાઃ એવું માનવામાં આવે છે કે હોઠમાં ભેજ ના હોય અને તે ફાટવા લાગે તો મોંમાં પહેલા કરતાં વધુ લાળ બનવા લાગે છે. હોઠની સંભાળ માટે તમે લિપ બામનો ઉપયોગ કરી શકો છો.

મોઢામાં ચેપ: જો મોંની આસપાસ કોઈપણ પ્રકારનો ચેપ હોય, તો સામાન્ય કરતાં વધુ લાળ હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ.

તુલસીના પાન: જો તમને મોઢામાં વધુ પડતી લાળ ઉત્પન્ન થવાની સમસ્યા છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ માટે આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. દરરોજ સવારે તુલસીના પાન ચાવવાનું શરૂ કરો.તમને વધારે પડતી લાળમાંથી રાહત મળશે.