Dividend Stocks: આ 5 કંપનીઓએ Q4 પરિણામો સાથે ડિવિડન્ડ કર્યું જાહેર, જાણો વિગતો
Dividend Stocks: કેટલીક મોટી કંપનીઓએ તેમના ચોથા ક્વાર્ટર (Q4) પરિણામો સાથે શેરધારકોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ કંપનીઓ નફાનો એક ભાગ તેમના શેરધારકોને ડિવિડન્ડ આપીને વહેંચી રહી છે.

Dividend Stocks: RVNL, IRCON, ONGC, Indigo (InterGlobe Aviation) અને NALCO સહિતની કેટલીક મોટી કંપનીઓએ તેમના ચોથા ક્વાર્ટર (Q4) પરિણામો સાથે શેરધારકોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ કંપનીઓ નફાનો એક ભાગ તેમના શેરધારકોને ડિવિડન્ડ આપીને વહેંચી રહી છે. ONGC એ આ વર્ષે 15,411 કરોડ રૂપિયાની રેકોર્ડ ચુકવણી કરી છે, જે રોકાણકારો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

RVNL, IRCON, Indigo અને NALCO જેવી કંપનીઓનું આ પગલું તેમની નાણાકીય શક્તિ અને શેરધારકોને પ્રાથમિકતા આપવાની વ્યૂહરચના દર્શાવે છે. ચાલો દરેક કંપનીના ડિવિડન્ડની વિગતો જાણીએ...

ભારતીય શેરબજારમાં રોકાણ કરનારા શેરધારકો માટે ખુશખબર છે. RVNL, IRCON, ONGC, Indigo અને NALCO જેવી કંપનીઓએ ચોથી ત્રિમાસિક પરિણામો સાથે શેરહોલ્ડર્સને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ પગલું કંપનીઓની નફાકારક કામગીરી અને રોકાણકારોને મૂલ્ય આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ONGC એ આ વર્ષે કુલ ₹15,411 કરોડનું ડિવિડેન્ડ આપી કંપનીના ઈતિહાસમાં સૌથી મોટી ચુકવણી કરી છે. ફાઇનલ ડિવિડન્ડ તરીકે ₹1.25 પ્રતિ શેર સાથે FY25 માટે કુલ ₹12.25 પ્રતિ શેર (245%) ડિવિડેન્ડ જાહેર કર્યો છે. અગાઉ, નવેમ્બર 2024માં ₹6 અને જાન્યુઆરી 2025માં ₹5 પ્રતિ શેરના ઇન્ટરિમ ડિવિડેન્ડ મળ્યા હતા.

RVNL એ ₹10ના અંકિત મૂલ્યના શેરી પર ₹1.72 (17.20%) ડિવિડન્ડ જાહેર કર્યુ છે. IRCON એ ₹2ના મૂલ્યના શેરી પર ₹1 (50%) અને Indigo અને NALCO બંનેએ ₹10ના મૂલ્યના શેરી પર ₹10 (100%)નો ડિવિડન્ડ જાહેર કર્યું છે. તમામ ડિવિડેન્ડ AGMમાં શેરહોલ્ડર્સની મંજૂરી બાદ જાહેર કર્યા પછી 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.


આ નિર્ણયો થી સ્પષ્ટ થાય છે કે આ કંપનીઓ નફાકારક છે અને તેમના શેરધારકોના હિતને મહત્વ આપે છે. ખાસ કરીને SIP અને લાંબા ગાળાના રોકાણકારો માટે આ પ્રકારના ડિવિડેન્ડ લાભદાયક સાબિત થઈ શકે છે.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
