Business Idea : નાનો ધંધો, મોટી આવક ! માત્ર ₹30,000ના ખર્ચે શરૂ કરો આ બિઝનેસ અને કમાઓ અંદાજિત ₹50,000
સાબુ અને ડિટર્જન્ટ બનાવવાનો બિઝનેસ ખૂબ જ ઓછા ખર્ચે શરૂ કરી શકાય છે. તાલીમ લઈને અને યોગ્ય સાધનો સાથે તમે ઘરે બેઠાં આ બિઝનેસ શરૂ કરી શકો છો. તો ચાલો જાણીએ કે, આ બિઝનેસની શરૂઆત તમે રીતે કરી શકો છો.

આ વ્યવસાય શરૂ કરવા માટે કોઈ ખાસ જગ્યા કે મોંઘા સાધનોની જરૂર નથી. શરૂઆતમાં તમે તમારા ઘરેથી જ આ કામ શરૂ કરી શકો છો. સાધનોમાં મુખ્યત્વે એક માપ લેવા માટેની વાટકી, મિક્સિંગ બાઉલ, મોલ્ડ્સ, પ્લાસ્ટિકના ડબ્બા અને સુરક્ષા જાળવવા માટે હેન્ડ ગ્લોવ્સ, ચશ્માં જેવી વસ્તુની જરૂર પડશે.

સાબુ બનાવવા માટે તેને લગતું તેલ, સોડિયમ હાઈડ્રોકસાઈડ, રંગ અને સુગંધિત એસેન્સ જેવી સામગ્રી, ડિટર્જન્ટ માટે સોડિયમ કાર્બોનેટ, એસએલએસ, ફોસ્ફેટ વગેરે ઘટકોનો ઉપયોગ થાય છે.

રોકાણની વાત કરીએ તો ઘરેલુ સ્તરે માત્ર ₹10,000 થી ₹30,000 સુધીમાં તમે આ વ્યવસાય શરૂ કરી શકો છો. જો તમે વધુ માત્રામાં ઉત્પાદન કરવા ઈચ્છો છો તો ₹50,000 થી ₹1,00,000 સુધીનું રોકાણ કરવું પડશે.

આ વ્યવસાયમાં નફો ઘણો સારો મળે છે. આ બિઝનેસમાં નફાનો દર 30% થી 60% સુધીનો હોય છે. રોજે રોજની આવકની વાત કરીએ તો તમે આશરે ₹500 થી ₹1500 સુધીની કમાણી કરી શકો છો. મહિને જોવા જઈએ તો, તમે ₹15,000 થી ₹50,000 જેટલું કમાઈ શકો છો.

હવે વાત કરીએ માર્કેટિંગની તો તમે લોકલ દુકાનો, સ્કૂલની આસપાસની જનરલ સ્ટોર્સ અને કિરાણાની દુકાનોનો સંપર્ક કરો. આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે Instagram, Facebook, WhatsApp પર બ્રાન્ડ પેજ બનાવીને તમારા પ્રોડક્ટનું પ્રમોશન કરો.

વધુમાં તમે Amazon અને Flipkart જેવી ઈ-કોમર્સ સાઇટ પર પ્રોડક્ટ રજિસ્ટર કરી શકો છો અને તેને ઓનલાઇન વેચી શકો છો. જો તમે “Eco-Friendly” અથવા “Chemical-Free” જેવી ટર્મ્સ પેકેજિંગમાં વાપરો છો, તો તેનાથી ગ્રાહકો વધારે આકર્ષાય છે.

ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત શરૂઆતમાં તો નહી પડે પણ જો વેપાર વધારે વિસ્તૃત બનાવવો હોય તો MSME/Udyam રજિસ્ટ્રેશન, GST નંબર, સ્થાનિક મ્યુનિસિપલ લાઈસન્સ લેવું જરૂરી બને છે.

સાબૂ અને ડિટર્જન્ટ બનાવવાનું શીખવા માટે તમે YouTube પર સ્ટેપ-બાય-સ્ટેપ વીડિયો જોઈ શકો છો. આ સાથે Udemy, Skillshare જેવી સાઇટ્સ પરથી કોર્સ પણ કરી શકો છો. બીજું કે ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ, MSME દ્વારા માન્યતાપ્રાપ્ત ટ્રેનિંગ સેન્ટર્સ અને અમુક સરકાર માન્ય એનજીઓ આ વ્યવસાયને લગતા કાર્યક્રમો ચલાવે છે.

આમ જોવા જઈએ તો, હોમમેડ સોપ અથવા ડિટર્જન્ટ મેકિંગ એ એક હળવો, ક્રિએટિવ અને નફાકારક બિઝનેસ છે. આ બિઝનેસ ખાસ કરીને મહિલાઓ માટે, હોમમેકર્સ માટે કે બિઝનેસમાં નવી શરુઆત કરનારા યુવાનો માટે એક ઉત્તમ તક છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
