મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Photos
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આવતીકાલે થનારા વસંત પંચમીના અમૃત સ્નાનની મેળા પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સીએમ યોગીના નિર્દેશથી પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ બન્યુ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ હેઠળ મેળા વહીવટીતંત્રે બસંત પંચમીના સ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવારે આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે વહીવટી તંત્રે વિવિધ માર્ગ પર જવા માટે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે હેતુથી જાણકારી શેર કરી છે.

અરૈલ થી ઝૂંસી જવા માટે પુલ નંબર 28 ખૂલો છે. સંગમથી ઝૂસી જવા માટે પુલ નંબર 2,4, 8, 11, 13, 15, 17, 20, 22, 23 અને 25 ખુલ્લા છે.

સંપૂર્ણ રીતે સજ્જ મેળા પ્રશાસને વહીવટીતંત્રે ભક્તોની અવરજવર માટે માહિતી શેર કરી છે.

ઝુંસીથી સંગમ જવા માટે શ્રદ્ધાળુઓ પુલ નં. 16, 18, 21 અને 24 નો ઉપયોગ કરી શકશે. જ્યારે બ્રિજ નંબર 27 અને 29 ઝુંસીથી અરેલ જવા માટે ખુલ્લો છે. આ માર્ગોનો ઉપયોગ કરીને ભક્તો સરળતાથી આવનજાવન કરી શકશે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
