ATM માંથી પૈસા ઉપાડ્યા બાદ ‘Cancel’ બટન દબાવવાથી PIN ખરેખર સેફ રહે છે? જાણો સત્ય
ATM માંથી પૈસા ઉપાડ્યા પછી, એક કે બે વાર 'Cancel' બટન દબાવવાથી PIN ચોરી નથી થતો. જોકે ઘણા લોકો પૈસા ઉપાડ્યા બાદ અંતમાં આમ કરે પણ છે જેથી PIN સેફ રહે. ત્યારે શું ખરેખ આમ કરવાથી PIN સેફ રહે છે કે કેમ ચાલો જાણીએ

આજકાલ, સોશિયલ મીડિયા પર એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે, ATM માંથી પૈસા ઉપાડ્યા પછી, એક કે બે વાર 'Cancel' બટન દબાવવાથી PIN ચોરી નથી થતો. જોકે ઘણા લોકો પૈસા ઉપાડ્યા બાદ અંતમાં આમ કરે પણ છે જેથી PIN સેફ રહે. ત્યારે શું ખરેખર આમ કરવાથી PIN સેફ રહે છે કે કેમ ચાલો જાણીએ

તમને જણાવી દઈએ વાસ્તવમાં આવું કંઈ નથી. ATM માંથી પૈસા ઉપાડ્યા પછી, જ્યારે હોમ સ્ક્રીન દેખાવા લાગે છે, ત્યારે ટ્રાન્ઝેક્શન આપમેળે સમાપ્ત થઈ જાય છે. આ પછી, તમે Cancel બટન દબાવો છો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. PIB ટીમે પોતે જ આ વાયરલ દાવાને ખોટો જાહેર કર્યો છે.

ATM માં જ્યારે તમને લાગે કે તમે ખોટો PIN દાખલ કર્યો છે, અથવા તમે ટ્રાન્ઝેક્શન રદ કરીને રકમ બદલવા માંગો છો, ત્યારે કેન્સલ બટન દબાવવામાં આવે છે. આ ઉપરાંત, જો તમે પૈસા ઉપાડવાનો વિચાર બદલો છો, તો તમે કેન્સલ બટન દબાવીને ટ્રાન્ઝેક્શનને વચ્ચેથી જ રોકી શકો છો.

ATM માં તમને ખરેખર સ્કિમિંગ ડિવાઇસથી જોખમ છે, જે છુપાયેલા કેમેરાની મદદથી તમારો PIN ચોરી શકે છે. તે જ સમયે, લાઇનમાં તમારી પાછળ ઉભેલા 'જાસૂસો' પણ તમારી માહિતી ચોરી શકે છે અથવા છેતરપિંડી કરીને કાર્ડ બદલી શકે છે. ત્યારે પૈસા ઉપાડવા જતા આ બાબતોનું ધ્યાન રાખવું.

આ સિવાય ઘણી વખત ગુનેગારો ATM માં ક્લોનિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરે છે જ્યાં કાર્ડ સ્વાઇપ કરવામાં આવે છે. આ ડિવાઇસ એવી રીતે ફીટ કરવામાં આવે છે કે તે સરળતાથી દેખાતું નથી. તમારું કાર્ડ સ્વાઇપ થતાંની સાથે જ તેની બધી માહિતી ક્લોન થઈ જાય છે.

ATM નો ઉપયોગ કરતા પહેલા તપાસ કરો કે જ્યારે તમે ATM માંથી પૈસા ઉપાડવા જાઓ છો, ત્યારે સૌ પ્રથમ કાર્ડ સ્લોટ અને કીપેડ કાળજીપૂર્વક જુઓ. જો કાર્ડ સ્લોટ વિચિત્ર, ઢીલો અથવા બહાર નીકળેલો દેખાય છે, અથવા કીપેડ અસામાન્ય લાગે છે, તો તે ATM નો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. તેમાં સ્કિમિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરેલ હોઈ શકે છે.

ગુપ્ત રીતે PIN દાખલ કરો. ATM માંથી પૈસા ઉપાડવાનો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે PIN ગુપ્ત રીતે દાખલ કરો. જુઓ કે કોઈ તમારી નજીક ઉભું છે કે નહીં. ATM માંથી પૈસા ઉપાડતી વખતે, ફક્ત તમે જ કેબિનમાં હોવ. જો કોઈ કેબિનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો તેને બહાર જવા માટે કહો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
