Surat : G-7 દેશોના ડેલિગેશને સુરતમાં હિરા ઉદ્યોગની લીધી મુલાકાત- જુઓ Photos
Surat : સુરતમાં G-7 દેશોના ડેલિગેશને હિરા ઉદ્યોગની મુલાકાત લીધી. આ દરમિયાન તેઓએ નાના યુનિટથી માંડીને મોટા કારખાનાઓની મુલાકાતે ગયા હતા. રત્નકલાકાર એસોસિએશન અને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક પણ કરી હતી.

Surat : G-7 દેશોના પ્રતિનિધિઓ સુરતની મુલાકાતે હતા. તેમણે મીની બજારમાં આવેલા નાના યુનિટની મુલાકાત લીધી. જેમા માત્ર 3 થી 4 કારીગરો કામ કરતા હોય તેવા યુનિટથી લઈ અદ્યતન મોટા કારખાનાઓ જેમા 8,10 હજાર કારીગરો કામ કરતા હોય તેવા કારખાનાઓની પણ મુલાકાત લીધી હતી.

રત્નકલાકાર એસોસિએશ અને સુરત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમા G-7 દેશોના પ્રતિનિધિઓએ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના કારખાનેદારોમને કેટલાક સવાલો પૂછ્યા હતા. જેમા તેઓ રફ ડાયમંડનું સોર્સિંગ ક્યાંથી અને ક્યા આધારે કરે છે? તેવો સવાલ પણ કર્યો હતો.

રત્નકલાકાર એસોસિએશનના હોદ્દેદારોએ G-7 દેશોના પ્રતિનિધિઓને રજૂઆત કરી કે સુરત અને સૌરાષ્ટ્રના આસપાસના ગામોના લગભગ 8 લાખ જેટલા લોકો ડાયમંડ ઉદ્યોગ પર નિર્ભર છે. આથી G-7 દેશોના પ્રતિનિધિઓએ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા તેને ધ્યાનમાં રાખવુ જરૂરી છે.

G-7 દેશોના પ્રતિનિધિઓની હવે શુક્રવારે મુંબઈમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મિટીંગ છે જેમા તેઓ આ અંગે વિસ્તારથી ચર્ચા કરે તેવી આશા સેવાઈ છે.