AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક્સમાં દેખાઈ શકે છે ખાસ ‘એક્શન’

બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નિષ્ણાતો હજુ પણ બજારને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે. નિષ્ણાતોએ ગુરુવાર માટે કેટલાક પસંદગીના શેર સૂચવ્યા છે, જેના પર રોકાણકારો નજર રાખી શકે છે.

| Updated on: Jul 02, 2025 | 8:59 PM
નેસ્લે ઇન્ડિયા: કંપનીએ માહિતી આપી છે કે, ગુજરાતની અંદર સાણંદ ફેક્ટરીમાં મેગી નૂડલ્સ માટે એક નવી ઉત્પાદન લાઇન ઉમેરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે, જેના પર રૂ. 105 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

1 / 11
VOLTAS:  કંપનીને નાણાકીય વર્ષ 2019 થી નાણાકીય વર્ષ 2021 સુધી ઓછો GST ચૂકવવા બદલ રૂ. 265.25 કરોડની કારણદર્શક નોટિસ અને ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે.

2 / 11
INDIAN BANK: બેંકે મોટાભાગના સમયગાળાના MCLR માં 0.05% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, નવા MCLR દર ગુરુવારથી લાગુ થશે.

3 / 11
PNB હાઉસિંગ ફાઇનાન્સ: BSE 500 માં સમાવિષ્ટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની, PNB હાઉસિંગ ફાઇનાન્સે ડિવિડન્ડ માટે 1 ઓગસ્ટની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આજે શેર લગભગ 2 ટકાના ઘટાડા સાથે 1084 પર બંધ થયો. જો કે, કંપનીએ 5 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, બજાર બંધ થયા પછી આ જાહેરાત કરવામાં આવી હતી.

4 / 11
ઇન્ડિગો: કંપનીએ મુંબઈ અને એમ્સ્ટરડેમ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરી છે. એક દિવસ પહેલા એરલાઇન્સે માન્ચેસ્ટર માટે ઉડાન ભરી હતી. નવી ફ્લાઇટ એરલાઇનના ગ્લોબલ નેટવર્ક વિસ્તરણનો એક ભાગ છે.

5 / 11
પતંજલિ ફૂડ્સ લિમિટેડ: કંપનીને કસ્ટમ્સ વિભાગ તરફથી દંડ અને રિડેમ્પશન દંડ ચૂકવવાનો આદેશ મળ્યો છે. આ માહિતી કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપી છે. આ કેસ રુચિ હેલ્થ ફૂડ્સ લિમિટેડ સાથે સંબંધિત છે, જેને 2006 માં પતંજલિ ફૂડ્સ સાથે મર્જ કરવામાં આવી હતી. કંપનીને કુલ લગભગ 27 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

6 / 11
Avenue Supermarts: કંપનીએ માર્ચ ક્વાર્ટરના પ્રદર્શનની જાહેરાત કરી છે. કંપનીની સ્ટેન્ડ આવક 13,712 કરોડ રૂપિયાથી વધીને 15,932 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય 30 જૂન સુધી કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 424 હતી.

7 / 11
Coromandel International: કંપનીને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) તરફથી NACL ઇન્ડસ્ટ્રીઝના 10.69 કરોડ શેર (53.13% હિસ્સો) ખરીદવા માટેની મંજૂરી મળી. આથી ગુરુવારે આ કંપનીનો શેર શું હલચલ કરે છે તે જોવાનું રહેશે.

8 / 11
HIND ZINC Q1 અપડેટ: કંપનીના માઇન્ડ મેટલ પ્રોડક્શનમાં 1 ટકાનો વધારો થયો છે, જ્યારે રિફાઇન્ડ ઝિંક પ્રોડક્શનમાં 4 ટકાનો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે, રિફાઇન્ડ લેડ પ્રોડક્શન 6 ટકા ઘટ્યું છે. વધુમાં વેચાણપાત્ર ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, સિલ્વર પ્રોડક્શનમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

9 / 11
AUROBINDO PHARMAની સબ્સિડિયરી 'Cura TeQ'ને HER2-પોઝિટિવ સ્તન કેન્સરના ઈલાજ માટેની દવા 'Dazublys'ના માર્કેટિંગ માટે યુરોપિયન કમિશન તરફથી મંજૂરી મળેલી છે.

10 / 11
પવના ઇન્ડસ્ટ્રીઝ: ઓટો કમ્પોનન્ટ અને ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા દરેક સ્ટોકને 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 10 સ્ટોકમાં રૂપાંતરિત કરવામાં આવશે.

11 / 11

નોંધ: ઉપરોક્ત માહિતી માત્ર સામાન્ય જાણકારીના હેતુ માટે આપવામાં આવી છે. TV9 Gujarati કોઇપણ રીતે સ્ટોક ખરીદવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">