આ મોટી કંપનીએ ખોલી દીધો તિજોરીનો દરવાજો, રોકાણકારોને એક શેર પર મળશે ₹140નું ડિવિડન્ડ
ભારતની સૌથી મોટી કાર નિર્માતા (Car Manufacturer) કંપનીએ એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી શેરબજારમાં હલચલ મચી ગઈ છે. જો કે, આ વખતે કંપનીએ પોતાના શેરધારકોને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે.

મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના શેરધારકોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ₹5 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹140 ના અંતિમ ડિવિડન્ડ (Final Dividend) ની ભલામણ કરી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ ડિવિડન્ડ કુલ ₹44,016 મિલિયન નું થશે, જે ગયા નાણાકીય વર્ષના ₹135 પ્રતિ શેર (₹42,444 મિલિયન) ની સરખામણીએ વધુ છે. જો કે, આ પ્રસ્તાવ આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

કંપનીએ જણાવ્યું કે, ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 7 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં, આ તારીખ સુધીમાં જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં હશે, તેઓ જ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર ગણાશે.

ડિવિડન્ડની ચુકવણી 9 સપ્ટેમ્બર 2026 ના રોજ કરવામાં આવશે, જ્યારે કંપનીની AGM 31 ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે. આ જાહેરાત કંપનીના મજબૂત નાણાકીય પ્રદર્શન અને શેરધારકોને વધુ સારું વળતર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પહેલા કંપનીએ પ્રતિ શેર 1 ઓગસ્ટ 2025 ના રોજ 135 રૂપિયા, 2 ઓગસ્ટ 2024 ના રોજ 125 રૂપિયા, 3 ઓગસ્ટ 2023 ના રોજ ફાઈનલ ડિવિડન્ડ તરીકે 90 રૂપિયા અને 3 ઓગસ્ટ 2022 ના રોજ 60 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
મોકો ચૂકી ન જતાં! દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આ 9 સ્ટોકમાં આપ્યું ‘Buy’ રેટિંગ, શું તમારા પોર્ટફોલિયોમાં આમાંથી કોઈ શેર છે?
