OYO Rooms કંપનીનો IPO આવે તે પહેલા જ ખરીદો શેર, જાણો કેવી રીતે કરવી શેરની ખરીદી
OYO દ્વારા ચાલુ વર્ષે માર્ચમાં સેબી પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHP ફરીથી ફાઈલ કર્યો હતો. કંપનીના પબ્લિક લિસ્ટિંગ માટે ઈશ્યૂનું કદ અડધાથી ઘટીને $400-$600 બિલિયનની કરવામાં આવ્યું છે. Oyo Rooms એ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પહેલી વખત નફો કર્યો છે.

OYO દ્વારા ચાલુ વર્ષે માર્ચમાં સેબી પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHP ફરીથી ફાઈલ કર્યો હતો. કંપનીના પબ્લિક લિસ્ટિંગ માટે ઈશ્યૂનું કદ અડધાથી ઘટીને $400-$600 બિલિયનની કરવામાં આવ્યું છે. Oyo Rooms એ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પહેલી વખત નફો કર્યો છે. ત્યારબાદ કંપનીએ 1600 કરોડ રૂપિયાની લોન ચૂકવવાનો પ્લાન બનાવ્યો છે. આ જાહેરાત બાદ અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીના શેરના ભાવમાં વધારો નોંધાયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર OYO કંપનીનો IPO આ વર્ષે દિવાળીની આસપાસ લોન્ચ થવાનો હતો. તેથી એવું માની શકાય કે આગામી થોડા દિવસોમાં કંપની તેના આઈપીઓને લઈને સમાચાર આપી શકે છે. પરંતુ તમે IPO લોન્ચ થાય તે પહેલા જ તેના શેર ખરીદો શકો છો. શેરની ખરીદી IPO પહેલા કરવામાં આવે તો તમારે અરજી કરવાની જરૂરિયાત રહેશે નહીં.

તમે OYO Rooms કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

OYO ના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે અને શેરના ભાવ 79.50 રૂપિયા છે. કુલ 126 શેરની ખરીદી માટે તમારે 10,017 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10218.84 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
