ગૌતમ અદાણીની આ દિગ્ગજ સિમેન્ટ કંપની 6 મહિનામાં રોકાણકારોને કરાવશે મોટો નફો! જાણો તેનો ટાર્ગેટ પ્રાઈઝ
મીડિયમ ટર્મના ઈન્વેસ્ટર્સ માટે બ્રોકરેજે સિમેન્ટ સેક્ટરની દિગ્ગજ ACC ને પસંદ કરી છે. શુક્રવારે શેર 2375 રૂપિયા પર બંધ થયો હતો. ACC સિમેન્ટ દેશની અગ્રણી સિમેન્ટ ઉત્પાદક અદાણી ગ્રુપની કંપની છે. તેની 18 મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ છે અને વિતરણ નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે.

એક્સિસ સિક્યોરિટીઝે આવનારા 6 થી 9 મહિના માટે આ સિમેન્ટનો શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેર 7 જાન્યુઆરી, 2024 ના રોજ 2375 રૂપિયાના સ્તર પર છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 2615 રૂપિયા આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પ્રાઈઝ ચાલુ ભાવ કરતા 10 ટકા વધારે છે.

ACC ના શેરનો 52 વીક હાઈ 2488 રૂપિયા છે અને અને ઓલ ટાઈમ હાઈ રૂપિયા 2785 રૂપિયા છે. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો શેરના ભાવમાં 580.30 રૂપિયાનો વધારો થયો છે. ટકામાં ગણીએ તો શેરે 32.33 ટકા રિટર્ન આપ્યું છે.

બ્રોકરેજે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કંપની ક્ષમતા વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં 1 MTPA ની ક્ષમતા સાથે ગ્રાઇન્ડીંગ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. ACC ના ઉત્પાદન ખર્ચમાં 17 ટકાનો ઘટાડો થયો છે. સરકારનું ફોકસ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તેનાથી આવનારા સમયમાં સિમેન્ટ કંપનીઓને ફાયદો થશે.

ACCને ક્ષમતા વિસ્તરણ, ખર્ચમાં ઘટાડો, સ્પર્ધાત્મક ભાવો, કોમોડિટીના ભાવમાં મધ્યસ્થતાના વધારાના લાભો પણ મળશે. આ શેર 2377 રૂપિયાના સ્તર પર છે જેને આ સપ્તાહે 7.5 ટકા અને એક મહિનામાં 237.20 રૂપિયા અથવા 11.10 ટકાનું વળતર આપ્યું છે.