AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગમે ત્યારે પલટાઈ શકે છે ‘ખેલ’ ! ભારતીય શેરબજારમાં આવશે તોફાની રિકવરી, મજબૂત સંકેતો વચ્ચે રોકાણકારો માટે ‘મોટા સમાચાર’

શું તમને લાગે છે કે, શેરબજાર હજુ વધુ નીચે જશે? જો તમે ડરીને શેર વેચવાનું વિચારી રહ્યા છો, તો થોડી વાર થોભી જજો, કારણ કે બજારમાં અત્યારે જે ઘટાડો દેખાય છે, તેની પાછળ એક મોટી તેજી છુપાયેલી છે.

| Updated on: Apr 12, 2026 | 2:26 PM
Share
ભારતીય શેરબજારે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે ઉતાર-ચઢાવ જોયો છે. વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) માં સંકટને કારણે ટ્રેડિંગમાં અવરોધ આવ્યો, જેના લીધે ઘણા શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એવામાં Vallum Capital ના રિપોર્ટ અનુસાર, હાલનો આ ઘટાડો બજારમાં ઝડપી રિકવરીનો સંકેત હોઈ શકે છે.

1 / 6
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બજાર 'Capitulation' ના સ્તર પર પહોંચી ગયું છે. આ એવી સ્થિતિ છે, જ્યાં ડર મૂળભૂત પરિબળો (fundamentals) પર હાવી થઈ જાય છે અને તે ઘણીવાર મજબૂત રિકવરી પહેલાનો સંકેત હોય છે. Vallum Capital ના મતે, જ્યારે 70 ટકાથી વધુ શેર તેમના 200-દિવસની મૂવિંગ એવરેજ (DMA) થી નીચે જાય છે, ત્યારે તે અતિશય દબાણનો સંકેત આપે છે. 8 એપ્રિલના રોજ આ આંકડો 71.3 ટકા સુધી પહોંચી ગયો હતો, જે 'Capitulation Zone' દર્શાવે છે.

2 / 6
ઐતિહાસિક રીતે, આ સમય રોકાણ માટે સારો માનવામાં આવે છે, જ્યાં એક વર્ષમાં સરેરાશ 17.5 ટકા સુધીનું વળતર (Return) જોવા મળ્યું છે. રિપોર્ટમાં ઊર્જાના ભાવમાં ઝડપથી સામાન્ય થવાની ગતિને પણ ખાસ ગણાવી છે. સામાન્ય રીતે ક્રૂડ ઓઈલના ભાવને સ્થિર થવામાં લગભગ 30 અઠવાડિયા લાગે છે પરંતુ આ વખતે તે માત્ર 9 અઠવાડિયામાં સ્થિર થઈ ગયું.

3 / 6
Vallum Capital એ જણાવ્યું કે, આ ઝડપી સ્થિરતા બજારની વ્યાપક મજબૂતીનો મોટો સંકેત છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, ભારતનું PE Premium અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં ઘટ્યું છે, જેના કારણે ભારતીય શેર પ્રમાણમાં સસ્તા થયા છે. રિપોર્ટ અનુસાર, સંકટના સમયમાં ઘણીવાર માળખાગત સુધારાઓ થતા હોય છે. વર્તમાન જીઓ-પોલિટિકલ સંઘર્ષે સંરક્ષણ ક્ષેત્ર (Defence Sector) માં આ પ્રકારનો બદલાવ શરૂ કર્યો છે.

4 / 6
ભારતે સંરક્ષણ નિકાસમાં રેકોર્ડ બનાવ્યો છે અને આ ક્ષેત્રમાં મોટા રોકાણની યોજના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બજાર ઘણીવાર બે વર્ષ સુધી સ્થિર રહે છે અને ત્રીજા વર્ષમાં સારું વળતર આપે છે. હવે 'Max Fear' (મહત્તમ ડર) નો તબક્કો ઓછો થઈ રહ્યો છે, તેથી રોકાણકારોએ આવનારા અવસરો પર ધ્યાન આપવું જોઈએ. Vallum Capital ના મતે, હવે સવાલ જોખમનો નથી પરંતુ નવા દોર માટે તૈયાર રહેવાનો છે.

5 / 6
રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, રોકાણકારો એવા સેક્ટર્સ પર ધ્યાન આપે, જેણે આ ઉતાર-ચઢાવમાં મજબૂતી બતાવી છે, જેમ કે ડિફેન્સ સેક્ટર અને આગામી મહિનાઓમાં સંભવિત રિકવરી માટે તૈયાર રહે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market: આંખ બંધ કરીને આ 6 શેરમાં રોકાણ કરી લો, દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યો ‘BUY’નો સંકેત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">