AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ની આ સ્કીમમાં 1 લાખ રૂપિયા બની ગયા ₹96 લાખ, 15% CAGR સાથે 96 ગણી સંપત્તિ વધારી

જો તમે લાંબાગાળા માટે સુરક્ષિત અને મજબૂત રિટર્ન આપતું ફંડ શોધી રહ્યા છો, તો SBI Mutual Fund ની એક ખાસ સ્કીમ છેલ્લા 33 વર્ષથી રોકાણકારોની પહેલી પસંદ બની છે. આ ફંડે શરૂઆતથી જ વાર્ષિક 15% જેટલું શાનદાર રિટર્ન આપ્યું છે.

SBI ની આ સ્કીમમાં 1 લાખ રૂપિયા બની ગયા ₹96 લાખ, 15% CAGR સાથે 96 ગણી સંપત્તિ વધારી
| Updated on: Jul 27, 2026 | 8:38 PM
Share

SBI મ્યુચ્યુઅલ ફંડ ભારતની સૌથી મોટી અને સૌથી ભરોસાપાત્ર એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે. તેની શરૂઆત વર્ષ 1987 માં થઈ હતી. કંપની ઈક્વિટી, ડેટ, હાઇબ્રિડ, ઈન્ડેક્સ અને અન્ય ઘણી શૈલીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ઓફર કરે છે.

લાંબા અનુભવ, મજબૂત રિસર્ચ અને પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટના કારણે SBI મ્યુચ્યુઅલ ફંડ દેશભરના લાખો રોકાણકારો વચ્ચે એક લોકપ્રિય રોકાણ વિકલ્પ માનવામાં આવે છે.

આ જ ફંડ હાઉસની એક એવી સ્કીમ છે, જેણે 33 વર્ષથી સતત રોકાણકારોને મજબૂત રિટર્ન આપ્યું છે. આ સ્કીમે રોકાણકારોને લોંગ ટર્મમાં વાર્ષિક 15% રિટર્ન આપ્યું છે.

વર્ષ 1993 થી ચાલી રહી છે આ Scheme

SBI Large & Midcap Fund ની શરૂઆત 28 ફેબ્રુઆરી 1993 ના રોજ થઈ હતી. આ એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે, જે પોતાના પોર્ટફોલિયોનો મોટો હિસ્સો લાર્જ કેપ અને મિડકેપ કંપનીઓમાં રોકે છે. 30 જૂન 2026 સુધી આ સ્કીમનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) લગભગ ₹40,850 કરોડ રહ્યું. આટલું મોટું AUM દર્શાવે છે કે, આ ફંડ પર મોટી સંખ્યામાં રોકાણકારોનો ભરોસો છે.

અત્યાર સુધી કેટલું Return આપ્યું?

ફંડ ફેક્ટ શીટ અનુસાર, આ ફંડે શરૂઆતથી અત્યાર સુધી લગભગ 15% નું વાર્ષિક (Annualised) રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 13.72% અને 3 વર્ષમાં આશરે 13.59% નું વાર્ષિક રિટર્ન નોંધાયું છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડનું જૂનું પરફોર્મન્સ ભવિષ્યના રિટર્નની ગેરંટી હોતું નથી.

જોખમ કેટલું છે?

આ સ્કીમ Very High Risk કેટેગરીમાં આવે છે. આ પૂરી રીતે ઈક્વિટી બેઝ્ડ ફંડ છે અને તેમાં મિડકેપ શેરોનું પણ સારું એક્સપોઝર રહે છે, તેથી તેમાં ઉતાર-ચઢાવ વધુ હોઈ શકે છે. એવામાં આ ફંડ માત્ર એવા રોકાણકારો માટે સારું માનવામાં આવે છે, જેમનો રોકાણનો નજરીયો ઓછામાં ઓછો 5-7 વર્ષ કે તેથી વધુનો હોય.

લમ્પ સમ અને SIP કેલ્ક્યુલેશન

વેલ્યુ રિસર્ચ પર SBI Large & Midcap Fund નો માત્ર 21 વર્ષનો ડેટા ઉપલબ્ધ છે. તે હિસાબે જોવામાં આવે તો, આ ફંડે દર વર્ષે લગભગ 15.06% નો CAGR રિટર્ન આપ્યો છે.

જો તમે આજથી 21 વર્ષ પહેલાં આ મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર 5000 રૂપિયાની SIP શરૂ કરી હોત, તો આજે તેની વેલ્યુ ₹75,38,388 રૂપિયા થઈ ગઈ હોત, જ્યારે તમારું રોકાણ માત્ર ₹12,60,000 રૂપિયા થયું હોત.

ફંડ ફેક્ટ શીટના હિસાબે, જ્યારે આ ફંડ લોન્ચ થયું ત્યારથી 14.67% નો CAGR રિટર્ન આપ્યો છે. જો કોઈએ તે સમયે તેમાં માત્ર 1 લાખ રૂપિયાનું વન-ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ (લમ્પ સમ) કર્યું હોત તો તેની વેલ્યુ આજે લગભગ 96 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

SBI Large & Midcap Fund

  • રેગ્યુલર પ્લાન એક્સપેન્સ રેશિયો: 1.66% (30 જૂન 2026 સુધી)
  • ડાયરેક્ટ પ્લાન એક્સપેન્સ રેશિયો: 0.90% (30 જૂન 2026 સુધી)
  • શાર્પ રેશિયો (Sharpe Ratio): 0.66
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન (Standard Deviation): 13.47%
  • બીટા (Beta): 0.82
  • મિનિમમ SIP રકમ : 500
  • મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ : 5,000
  • રિસ્કો મીટર : વેરી હાઈ
  • એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM): ₹40,872.77 કરોડ (30 જૂન 2026 સુધી)

SBI Large & Midcap Fund ઓવરવ્યૂ

SBI Large & Mid Cap Fund નો હેતુ રોકાણકારોને લોંગ ટર્મમાં હાઇ રિટર્ન આપવા માટે મોટી (Large Cap) અને મિડકેપ (Mid Cap) કંપનીઓના શેરમાં રોકાણ કરવાનો છે.

આ ફંડ પોતાના પોર્ટફોલિયોનો ઓછામાં ઓછો 35-35% હિસ્સો લાર્જ કેપ અને મિડકેપ કંપનીઓમાં રોકે છે, જ્યારે બાકી બચેલી રકમને બીજી ઈક્વિટી, ડેટ કે મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં લગાવી શકાય છે.

ફંડ અલગ-અલગ સેક્ટરોની કંપનીઓમાં રોકાણ કરીને રિસ્કને બેલેન્સ રાખવાનો પ્રયાસ કરે છે, જેથી રોકાણકારોને મોટી કંપનીઓની સ્ટેબિલિટી અને મિડકેપ કંપનીઓની ઝડપી ગ્રોથ બંનેનો ફાયદો મળી શકે.

SBI Large & Mid Cap Fund ની ટોપ 10 હોલ્ડિંગ્સ

  1. HDFC Bank Ltd. : 7.42%
  2. Axis Bank Ltd. : 3.62%
  3. ICICI Bank Ltd. : 3.50%
  4. State Bank of India (SBI) : 2.89%
  5. Berger Paints India Ltd. : 2.50%
  6. Asian Paints Ltd. : 2.48%
  7. Bharat Forge Ltd. : 2.47%
  8. Adani Enterprises Ltd. : 2.29%
  9. Tata Motors Ltd. : 2.21%
  10. Balkrishna Industries Ltd. : 2.17%

SBI Large & Mid Cap Fund ના ટોપ 10 સેક્ટર એલોકેશન

  1. ફાઇનાન્શિયલ સર્વિસિસ : 21.93%
  2. હેલ્થકેર : 13.21%
  3. ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ : 8.07%
  4. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ : 7.60%
  5. કેપિટલ ગુડ્સ : 7.44%
  6. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) : 6.90%
  7. મેટલ્સ અને માઇનિંગ : 5.22%
  8. ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) : 5.01%
  9. કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ : 4.51%
  10. પાવર સેક્ટર : 4.51%
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

IPO August 2026 : ઓગસ્ટમાં પ્રાઇમરી માર્કેટમાં ધમાકો, PhonePe અને Zepto સહિત 25 કંપનીઓ એકત્ર કરશે ₹35,000 કરોડ

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">