AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹ 1 લાખનો દંડ અને દસ્તાવેજ કેન્સલ કરવાની કાર્યવાહી, આવાસ યોજનાનુ મકાન ભાડે આપનારની હવે ખૈર નહીં- AMC

₹ 1 લાખનો દંડ અને દસ્તાવેજ કેન્સલ કરવાની કાર્યવાહી, આવાસ યોજનાનુ મકાન ભાડે આપનારની હવે ખૈર નહીં- AMC

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2026 | 7:37 PM
Share

આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે કડક કાર્યવાહી કરવાનો મોટો નિર્ણય લીધો છે. હવે આવાસ યોજનાના ઘર ભાડે આપનાર ને કોર્પોરેશને લાલ આંખ કરી છે અને તેમની સામે કડક પગલા લેવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીએ આવાસ યોજનાના મકાનો સંબંધે મોટો નિર્ણય કર્યો છે. આવાસ યોજનાના ઘર ભાડે આપનારને કડક સજા કરવામાં આવશે. જો 7 વર્ષના લોકિંગ પિરિયડ દરમિયાન લાભાર્થી દ્વારા મકાન ભાડે ચડાવી દેવામાં આવશે તો તેની સામે પગલા લેવામાં આવશે. 7 વર્ષની સમય મર્યાદામાં આવાસ ભાડે આપનાર સામે પગલા લેવાશે. પહેલી વખત ભાડે આપવા બદલ મકાન માલિકને 50 હજારનો દંડ કરવામાં આવશે. બીજી વખત ભાડે આપવા બદલ  ₹1 લાખનો ફટકારાશે દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વખતમાં પોલીસ ફરિયાદ અને દસ્તાવેજ કેન્સલ કરવાની કામગીરી કરવામાં આવશે.

₹1 લાખનો દંડ અને દસ્તાવેજ કેન્સલ કરવાનો નિર્ણય

કોર્પોરેશનના હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહના જણાવ્યા અનુસાર જો લાભાર્થી મકાન માલિક ખુદ રહેતા નથી અને બીજાને ભાડે આપી દે છે અને પ્રથમવાર ચેકિંગ દરમિયાન પકડાશે તો 50 હજાર રૂપિયા દંડ અને 90 દિવસ પછી જ છોડવામાં આવશે. બીજીવાર સર્વેની કામગીરી દરમિયાન જો ફરી એ વ્યક્તિ પકડાશે તો તેને ₹1 લાખનો દંડ અને 90 દિવસ પછી છોડવામાં આવશે. જો ત્રીજીવાર એ જ વ્યક્તિ પકડાશે તો સિવિલ કોર્ટમાં તેનો દસ્તાવેજ કેન્સલ કરવાનો કડક નિર્ણય કરવામાં આવ્યો છે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

Vastu Tips: ઘરમાં નવી સાવરણીની ખરીદી ક્યાં દિવસે કરવી જોઈએ? શું મંગળવારે નવુ ઝાડુ ખરીદી શકાય?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">