Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ નું સર્ટિફિકેટ ફરજિયાત નહીં, રાજ્ય શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
Gandhinagar: રાજ્ય શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કરવુ ફરજિયાત નથી. આ અંગેનો મહત્વપૂર્ણ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી દેવાયો છે
રાજ્ય શિક્ષણ વિભાગે અનેક વાલીઓને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કરવુ ફરજિયાત નથી. કોઈપણ બાળક પ્રી-સ્કૂલના સર્ટિફિકેટ વિના પણ ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે. પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના અભાવે પ્રવેશ નકારી શકાશે નહીં. રાજ્ય શિક્ષણ વિભાગે આ અંગેનો મહત્વપૂર્ણ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપ્યો છે. RTE Act-2009 મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિયત ઉંમર જ માન્ય રહેશે. પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ અથવા પ્રમાણપત્રના અભાવે કોઈ બાળકનો પ્રવેશ નકારી શકાશે નહીં. જો કોઈ શાળા પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના નામે પ્રવેશમાં અવરોધ ઉભો કરશે તો સંબંધિત શાળા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર જ પ્રવેશ માટેનો મુખ્ય આધાર રહેશે. શાળાઓ પ્રી-સ્કૂલ સર્ટિફિકેટની માંગ કરી શકશે નહીં. ધોરણ-1ના પ્રવેશ અંગે રાજ્ય સરકારના આ નવા પરિપત્રથી અનેક વાલીઓને મદદ મળશે. તમામ DEO અને શાસનાધિકારીઓને શિક્ષણ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
Input Credit- Himanshu Patel- Gandhinagar
Vastu Tips: ઘરમાં નવી સાવરણીની ખરીદી ક્યાં દિવસે કરવી જોઈએ? શું મંગળવારે નવુ ઝાડુ ખરીદી શકાય?
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
