પ્રો કબડ્ડી લીગ : ક્રિકેટ બાદ કબડ્ડીમાં પણ રિંકુની ધમાલ, જાણો કોણ છે કબડ્ડીનો આ રિંકુ
અમદાવાદના એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 2 ડિસેમ્બરથી શરૂ થયેલી પ્રો કબડ્ડી લીગ 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. 10મી સીઝન આજથી શરૂ થઈ જેમાં પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે થઈ હતી. બાદમાં U Mumba અને યુપીના યોદ્ધાઓ સામે થઈ હતી, જોકે યુ મુમ્બાની આ મેચમાં જીત થઈ હતી.

અમદાવાદના એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ આજથી પ્રો કબડ્ડી લીગની શરુઆત થઈ હતી. બે મેચ પ્રથમ દિને યોજાઇ હતી. જેમાં બીજી મેચમાં યુપી યોદ્ધા vs યુ મુમ્બા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં યુ મુમમ્બાની જીત થઈ છે.

યુ મુમ્બાની આ ટીમમાં પણ રિંકુ હરિ એક ચમકતો સિતારો હતો. આ રિંકુ તેની છેલ્લી સીઝનના ઓક્શનમાં 32 લાખની ઊંચી કિંમતને ખરીદવામાં આવ્યા હતા. તેને PKL સિઝન 9 માટે એલિટ રિટેઈન પ્લેયર તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. જ્યારે હવે સિઝન 10 માં પણ તે યુ મુમ્બાની ટીમમાં છે.

યુ મુમ્બાએ પ્રથમ હાફમાં વધુ સારું પ્રદર્શન કરતા યુ.પી. યોદ્ધાઓના ખતરનાક રેઇડિંગ યુનિટ પર દબાણ જાળવી રાખ્યું હતું. આક્રમણમાં હંમેશા ખૂબ જ શાનદાર એટેક કરતા પરદીપે તેની સિઝનની ધીમી શરૂઆત કરી હતી અને જે બાબત સ્કોરલાઇન પર પ્રતિબિંબિત થતી હતી. યુ મુમ્બા માટે, અમીરમહમ્માદ ઝફરદાનેશ શરૂઆતમાં જ ત્રણ સફળ રેઈડ સાથે ટીમને મજબૂત સ્થિતિ તરફ લઈ ગયો, જેણે વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું હતું.

અમદાવાદ ખાતે યોજાયેલી પહેલી પ્રો કબડ્ડી લીગમાં આજે બીજી મેચ U Mumba અને યુપીના યોદ્ધાઓ વચ્ચે થઈ હતી. જેમાં રિંકુનું શાનદાર પ્રદર્શન રહયુ હતું.

રિંકુએ 5 સફળ ટેકલ કર્યા છે. જે ટીમમાં સૌથી વધુ છે. 1 સુપર ટેકલ અને સાથે 1 અસફળ ટેકલ તેના નામે છે. એટ્લે કે યુપીના યોદ્ધાઓના ખેલાડીઓને તેણે દબોચી લીધા હતા.

યુ મુમ્બા અને યુપી યોદ્ધા વચ્ચે આજે ખરા ખરીનો જંગ જામ્યો હતો. ફર્સ્ટ હાફની વાત કરવામાં આવે તો જેમાં ટોટલ પોઈન્ટ 19-14 નો સ્કોર રહ્યો. રેડ પોઈન્ટની વાત કરવામાં આવે તો બંને ટીમના સમાન છે. બનને ટીમના ટેકલ પોઈન્ટની વાત કરવામાં આવે તો 6-3 નો સ્કોર રહ્યો હતો.
