પ્રો કબડ્ડી લીગ : કોણ છે તમિલ થલાઈવા ટીમનો ઓલરાઉન્ડર હીરો અજિંક્ય પવાર જેણે દબંગ દિલ્હીના નાકે કર્યો દમ
આજે અમદાવાદ ખાતે પ્રો કબડ્ડી 2023 ની ત્રીજી મેચ 3 ડિસેમ્બરે તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી KC (TAM vs DEL) વચ્ચે રમાઈ. તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી બંને ટીમો અત્યાર સુધીમાં 8 વખત આમને-સામને આવી ચુકી છે, જેમાંથી દિલ્હી 5 અને થલાઈવાસે માત્ર એક જ મેચ જીતી છે, જ્યારે તેમની 2 મેચ ટાઈ રહી છે. જોકે આ બીજી મેચમાં અજિંક્ય પાવરે દબંગ દિલ્હીના નાકે દમ કર્યો હતો. અને અંતે જીત મેળવી હતી.

અમદાવાદમાં બીજા દિવસે કબડ્ડી લીગની મેચ રમાઈ. જેમાં આજે બીજા દિવસે પ્રથમ મેચ તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી KC વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શરૂઆતથી જ રસસા કસસી જામી હતી. કારણ કે શરૂઆત થી બંને ટીમ વચ્ચે સરખા સ્કોર હતા.

આ બાદ ધીરે ધીરે મેચ અગાળ વધતાં દબંગ દિલ્હી બે વાર ઓલઆઉટ થઈ હતી. જોકે આમથી એક વાર ઓલઆઉટ કરવામાં અજિંક્ય પાવરનો મોટો હાથ હતો.

તમિલ થલાઈવાસ ટીમના ઓલરાઉન્ડર અજિંક્ય પવારના રેડિંગ પોઈન્ટની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી 59 મેચ રમી છે. જેમાં 522 રેડ કરી છે. અને 249 રેડ પોઈન્ટ મેળવ્યા છે. ત્યારે હવે પ્રો કબડ્ડી લીગમાં આ ખેલાડી ધૂમ મચાવી રહયો છે.

અજિંક્ય પવારને પ્રો કબડ્ડી સિઝન 7 માં જયપુર પિન્ક પેંથરે 20 લાખમાં રિટેઇન કર્યો હતો. આ બાદ પ્રો કબડ્ડી સિઝન 8 માં તમિલ થલાઈવાસે 19.50 લખે ખરીદ્યો હતો. આ બાદ સિઝન 9 માં તમિલ થલાઈવાસે 22 લાખમાં રિટેઇન કર્યો હતો. જે સિઝન 10 માં પણ રમી રહ્યો છે.

અજિંક્ય પાવરના આ મેચના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેણે સૌથી વધુ 22 રેડ કરી છે. અને 21 પોઈન્ટ મેળવ્યા છે. અને ટચ પોઈન્ટ 14 મળ્યા છે. અને 4 બોનસ પોઈન્ટ મળ્યા છે. અજિંક્યની 14 સફળ રેડ થઈ છે અને અસફળ રેડ 7 રહી છે. અજિંક્યની ટેકલની વાત કરવામાં આવે તો તેણે બે ટેકલ કરી છે અને 2 સુપર ટેકલ કરી છે.

તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી KC ના સ્કોર કાર્ડની વાત કરવામાં આવે તો રેડ પોઈન્ટમાં તમિલ થલાઈવાસના 27 જ્યારે દબંગ દિલ્હી KCના 24. સુપર રેડમાં તમિલ થલાઈવાસની 2 અને દબંગ દિલ્હી KCની 1 . ટેકલ પોઈન્ટ તમિલ થલાઈવાસની 10 અને દબંગ દિલ્હી KCની 5 છે. તમિલ થલાઈવાસને ઓલઆઉટ કરવા માટે 4 પોઈન્ટ મળ્યા છે.
