પ્રો કબડ્ડી લીગમાં આજે બેંગલુરુ બુલ્સ અને બેંગાલ વોરિયર્સ વચ્ચે મુકાબલો, પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે જાણો
પ્રો કબડ્ડી લીગમાં આજે ડબલ હેડર મેચ જોવા મળશે. પહેલી મેચ પુનેરી પલ્ટનનો સામનો જયપુર પિંક પેન્થર્સ સામે છે. આ મચે 7 30 કલાકે શરુ થશે. ત્યાર બાદ બીજી મેચ બંગાળ વોરિયર્સ બેંગલુરુ બુલ્સ સામે ટકરાશે, આ ડબલ હેડર મેચ અમદાવાદમાં રમાય રહી છે. તો ચાલો જોઈએ પોઈન્ટેબલની સ્થિતિ શું છે.

બેંગલુરુ બુલ્સે PKL 9 માં સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ PKL 10 માં તેમની શરૂઆત સારી રહી ન હતી અને તેમની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, બંગાળ વોરિયર્સ પોઈન્ટ ટેબલમાં 11મા ક્રમે છે. નવમી સિઝનમાં, બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ છે અને બંગાળ વોરિયર્સ બંને વખત જીતી હતી.

આજે બેંગલુરુ બુલ્સ અને બંગાળ વોરિયર્સ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં રમાશે. રવિવારે રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સે બેંગલુરુ સામે વિજય મેળવ્યો હતો.

પ્રો કબડ્ડી લીગમાં આજે ડબલ હેડર મેચ જોવા મળશે. પહેલી મેચ પુનેરી પલ્ટનનો સામનો જયપુર પિંક પેન્થર્સ સામે છે. તેમજ બીજી મેચ બેંગલુરુ બુલ્સ અને બંગાળ વોરિયર્સ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં રમાશે. રવિવારે રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સે બેંગલુરુ સામે વિજય મેળવ્યો હતો.

મનિન્દર સિંહ બંગાળની કેપ્ટનશીપ કરશે. બંગાળ માટે કેપ્ટન મનિન્દર સિંહ, શ્રીકાંત જાધવ અને શુભમ શિંદે મહત્વની ભૂમિકા ભજવશે, ભારત, સૌરભ નંદલ અને સુરજીત બેંગલુરુ બુલ્સ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રો કબડ્ડી લીગના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર હજુ ગુજરાત જાયન્ટસ છે. ત્યારબાદ તમિલ થલાઈવા, યુમુમ્બા, બેંગ્લુરું બુલ્સ, યુપી યોદ્ધા પાંચમાં સ્થાન પર છે.
