અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગ શરુ થવાને ગણતરીની કલાકો બાકી, ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે પહેલી ટક્કર
પ્રો કબડ્ડીની 10મી સીઝન થોડા કલાકોમાં શરૂ થશે. તમામ 12 ટીમો આગામી સિઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દરેક ટીમ ટ્રોફી જીતવા માટે પ્રયાસ કરવા જઈ રહી છે. દરમિયાન તમામ ટીમોએ PKL 10 માટે તેમના કેપ્ટનની પણ જાહેરાત કરી દીધી છે. પ્રો કબડ્ડી લીગની શરુઆત અમદાવાદથી શરુ થશે.

પ્રો કબડ્ડીની 10મી સીઝન થોડા કલાકોમાં શરૂ થશે. તમામ 12 ટીમો આગામી સિઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દરેક ટીમ ટ્રોફી જીતવા માટે પ્રયાસ કરવા જઈ રહી છે. દરમિયાન તમામ ટીમોએ PKL 10 માટે તેમના કેપ્ટનની પણ જાહેરાત કરી દીધી છે. પ્રો કબડ્ડુ લીગની શરુઆત અમદાવાદથી શરુ થશે.

PKL 2023 2 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેના ખાતે શરૂ થશે અને પછી ફ્રેન્ચાઇઝીના ઘરના દરેક શહેરોમાં જશે. લીગ સ્ટેજ બે મહિના સુધી ચાલશે અને 21 ફેબ્રુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે.

પ્રો કબડ્ડી લીગ 2023નું શેડ્યૂલ જોઈએ તો. અમદાવાદ: 2-7 ડિસેમ્બર 2023, બેંગલુરુ: 8-13 ડિસેમ્બર 2023,પુણે: 15-20 ડિસેમ્બર 2023,ચેન્નાઈ: 22-27 ડિસેમ્બર 2023 ,નોઈડા: 29 ડિસેમ્બર 2023 - 3 જાન્યુઆરી 2024,મુંબઈ: 5-10 જાન્યુઆરી 2024,જયપુર: 12-17 જાન્યુઆરી 2024,હૈદરાબાદ: 19-24 જાન્યુઆરી 2024,પટના: 26-31 જાન્યુઆરી 2024,દિલ્હી: 2-7 ફેબ્રુઆરી 2024,કોલકાતા: 9-14 ફેબ્રુઆરી 2024,પંચકુલા: 16-21 ફેબ્રુઆરી 2024 સુધી કબડ્ડી મેચ રમાશે.

પ્રો કબડ્ડી લીગ 2023 શનિવાર થી શરૂ થશે. આ ટુર્નામેન્ટ બે મહિના સુધી ચાલશે અને બુધવારેના રોજ સમાપ્ત થશે.પ્રો કબડ્ડી લીગનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે શનિવારે 2 ડિસેમ્બર રાત્રે 08:00 કલાકે વચ્ચે થશે.

પ્રો કબડ્ડી લીગની મેચ તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકો છો, Disney+Hotstar એપ ડાઉનલોડ કરો અને મેમ્બરશિપ સાથે મેચનો આનંદ લઈ શકો છો. જો તમે સ્ટેડિયમમાં જઈ મેચ જોવા માંગો છો તો તેના માટે તમારે ઓનલાઈન ટિકિટ બુક કરવાની રહેશે.
