ભારતીય સ્ટાર નીરજ ચોપરાએ ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ સહિત અનેક જગ્યાએ ઈતિહાસ સર્જાયો હતો. હવે તેણે પોતાની સૌથી કિંમતી અને વસ્તુ મહત્વની વસ્તુ દાનમાં આપી છે.
નીરજે ગત્ત વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં જે ભાલાથી ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેણે આ ભાલાને ઓલિમ્પિક મ્યૂઝિયમને ડોનેટ કર્યું છે.(olympicmuseum twitter)
નીરજ ચોપરાએ ગત્ત વર્ષ ટોક્યોમાં ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધા ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. ભારતીય સ્ટારે મ્યુઝિયમને પોતાનું પ્રથમ સૌથી કિંમતી ભાલું દાનમા આપ્યું છે (olympicmuseum twitter)
ભારતીય સ્ટારે 87.58 મીટર દુર ભાલો ફેંકી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ઓલિમ્પિક ડોટ કોમને કહ્યું કે, કોઈ પણ ખેલાડી માટે બીજાને પ્રેરિત કરવામાં સક્ષમ રાખવું એક મોટું સન્માન છે.
ઓલિમ્પિક મ્યુઝિયમમાં અભિનવ બિંદ્રાની 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી રાઈફલ પણ સામેલ છે. 2008માં બિદ્રા વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. (olympicmuseum twitter)