આજનું હવામાન : કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ 30 જાન્યુઆરીથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ 30 જાન્યુઆરીથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જે બાદ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં જ માવઠું ગુજરાતમાં ત્રાટકી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એટલે કે 4 ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
પરેશ ગોસ્વામીએ કરી આગાહી
આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવવાની છે. જેના કારણે રાજ્યમાં ત્રણ, ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહી
આ માવઠાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી સૌથી વધુ શક્યતા જોવા મળી રહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ત્રણ અને ચાર તારીખે માવઠું પ્રભાવિત કરે તેવી સંભાવનાઓ છે. બીજી તરફ ખેડૂતો માટે આ માઠા સમાચાર ચોક્કસ કહી શકાય છે. ખેડૂતોનાં ઊભા પાક પર માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે