ખૂબ જ ખાસ છે FIFA Worldcupનો ફૂટબોલ, જાણો વર્લ્ડકપ બોલનો રસપ્રદ ઈતિહાસ
કતારમાં 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. ફિફામાં ઉપયોગમાં લેવાતા ફૂટબોલ ખુબ ખાસ હોય છે. 1930થી 2022 સુધી ફિફા વર્લ્ડકપમાં 21 બોલનો ઉપયોગ થયો છે. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપમાં ઉપયોગમાં લેવાતા બોલનો રસપ્રદ ઈતિહાસ.

વર્ષ 1930ના ઉરુગ્વે વર્લ્ડકપમાં ટી-મોડલ બોલનો ઉપયોગ થયો હતો. ફાઈલનમાં આર્જેટિનાની ટીમ આ બોલથી રમવા તૈયાર ન હતી. તેથી પહેલા હાફમાં આર્જેટિના ટિએંટો બોલથી અને બીજા હાફમાં ઉરુગ્વેના ટી-મોડલ બોલથી મેચ રમવામાં આવી હતી. ટી-મોડલમાં 12 પેનલ હતા.વર્ષ 1934ના ઈટાલી વર્લ્ડકપમાં ફેડરેલ 102 નામના બોલનો ઉપયોગ થયો હતો. વર્ષ 1938ના ફાન્સ વર્લ્ડકપમાં એલેન બોલનો ઉપયોગ થયો હતો. આ બોલમાં સિલાઈવાળી જગ્યા પર ત્રણ પેનલ હતી. અન્ય જગ્યા એ 2 પેનલનો ઉપયોગ થયો હતો. વર્ષ 1950ના બ્રાઝિલ વર્લ્ડકપમાં સુપર ડુપલો બોલનો ઉપયોગ થયો હતો.

વર્ષ 1954 સ્વિટ્ઝરલેન્ડ વર્લ્ડકપમાં 18 પેનલ વાળા સ્વિસ ડબ્લયૂસી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 1958ના સ્વીડન વર્લ્ડકપમાં ટોપ સ્ટાર નામના બોલનો ઉપયોગ થયો હતો. આ બોલની પંસદગી 100થી વધુ ઉમેદવારોના ટેસ્ટ પછી થઈ હતી. વર્ષ 1962ના ચિલી વર્લ્ડકપમાં ક્રેક બોલનો ઉપયોગ થયો હતો. તેમા અષ્ટકોણીય પેનલ હતી. વર્ષ 1966ના ઈંગ્લેન્ડ વર્લ્ડકપમાં બોલનું નામ ચેલેન્જ હતુ. તેનો રંગ નારંગી હતો.

વર્ષ 1970ના મેક્સિકો વર્લ્ડકપમાં પહેલીવાર એડિડાસની ટેલસ્ટર બોલનો ઉપયોગ થયો. પહેલીવાર ફિફાના આ બોલમાં 32 પેનલ હતા. તેને સફેદ-કાળો રંગ આપવામાં આવ્યો હતો, જેથી તે ટીવી પર બરાબર દેખાય શકે. વર્ષ 1974ના જર્મની વર્લ્ડકપમાં પહેલીવાર વોટરપ્રૂફ બોલ ટેસસ્ટર ડૂરલાસ્ટનો ઉપયોગ થયો હતો. વર્ષ 1978ના આર્જેટિના વર્લ્ડકપમાં ટૈંગો બોલનો ઉપયોગ થયો હતો. તેનો ઉપયોગ ઓલિમ્પિક અને યૂરોપયિન ચેમ્પિયનશિપમાં પણ થયો હતો. વર્ષ 1982ના સ્પેન વર્લ્ડકરમાં ટુર્નામેન્ટની છેલ્લી લેધર બોલ ટૈંગો એસ્પાનાનો ઉપયોગ થયો હતો.

વર્ષ 1986ના મેક્સિકો વર્લ્ડકપમાં પહેલીવાર સિંથેટિકથી બનેલા એજટેકા બોલનો ઉપયોગ થયો. વર્ષ 1990ના ઈટલી વર્લ્ડકપમાં પોલીયૂરેથેનથી બનેલા ટ્રેવેસ્કો બોલનો ઉપયોગ થયો હતો. તે વજનમાં હળવો હોય છે. વર્ષ, 1994ના અમેરિકા વર્લ્ડકપમાં પોલિસ્ટ્રીનથી બનેલા કેસ્ટ્રા બોલનો ઉપયોગ થયો હતો. વર્ષ 1998ના ફ્રાન્સ વર્લ્ડકપમાં ફ્રાન્સના ઝંડાના રંગના ટ્રાઈકલર બોલનો ઉપયોગ થયો હતો.

વર્ષ 2002ના કોરિયા-જાપાન વર્લ્ડકપમાં ત્રિકોણીય ડિઝાઈનવાળા આધુનિક વર્લ્ડકપના સૌથી શ્રેષ્ઠ બોલ ફેવરનોવાનો ઉપયોગ થયો હતો. વર્ષ 2006ના જર્મની વર્લ્ડકપમાં 14 પેનલવાળા ટિમજેસ્ટ બોલનો ઉપયોગ થયો હતો. વર્ષ 2010ના સાઉથ આફ્રિકાના વર્લ્ડકપમાં આઠ પેનલવાળા જાબુલાની બોલનો ઉપયોગ થયો હતો. તે ગતિ અને હવામાં અસામાન્ય રીતે સ્વિંગ થવાને કારણે ઈતિહાસનો સૌથી વિવાદિત બોલ રહ્યો હતો. વર્ષ 2014ના બ્રાઝીલ વર્લ્ડકપમાં બ્રાજૂકા બોલનો ઉપયોગ થયો હતો. આ બોલનું નામ ફેન્સની પસંદગી પરથી રાખવામાં આવ્યુ હતુ. તે 6 પેનલવાળો બોલ હતો.

વર્ષ 2018ના રુસ વર્લ્ડકપમાં ટેલસ્ટર 18 બોલનો ઉપયોગ થયો હતો. વર્ષ 2022ના આ વખતના કતાર વર્લ્ડકપમાં અલ-રિહલા બોલનો ઉપયોગ થયો. અલ-રિહલાનો અર્થ એક યાત્રા થાય છે. તે ઈતિહાસથી સૌથી ઝડપી બોલ બનશે.