Silver Rate : ચાંદીનું મોટાપાયે કમબેક ! એક જ દિવસમાં 12,000 રૂપિયાનો વધારો થયો, આ પાછળ કયા ફેક્ટર્સ ‘ગેમચેન્જર’ રહ્યા?
29 ડિસેમ્બરે મલ્ટી-કોમોડિટી માર્કેટમાં ચાંદીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો પરંતુ 30 ડિસેમ્બરે એટલે કે આજ રોજ મંગળવારે તેણે શાનદાર વાપસી કરી. હવે એકદમથી જ ભાવ વધારો થવાનું મુખ્ય કારણ શું?

પાછલા કારોબારમાં ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. 29 ડિસેમ્બરના રોજ માર્ચ ડિલિવરી માટે MCX ના ભાવ એક જ કલાકમાં લગભગ ₹21,000 ઘટીને ₹2,33,120 પ્રતિ કિલોના ઇન્ટ્રા-ડે નીચા (Low) લેવલ સુધી પહોંચ્યા. જો કે, 30 ડિસેમ્બર, 2025ના રોજ ચાંદીમાં જબરદસ્ત ઉછાળો થયો અને ભાવમાં એક જ દિવસમાં ₹12,000 થી વધુનો વધારો થયો.

મંગળવારે MCX પર ચાંદીના ભાવ ₹12,159 વધીને ₹2,37,225 પ્રતિ કિલોગ્રામના ઇન્ટ્રા-ડે હાઇ લેવલ પર પહોંચ્યા. આજે સિલ્વર બુલ્સે કોમોડિટી માર્કેટમાં શાનદાર કમબેક કર્યું. જો કે, આ ઘરેલું ફ્યુચર્સ માર્કેટમાં તે તેના ઓલ ટાઇમ હાઈ ₹2,54,174 કરતા ઓછું છે.

સોમવારે ચાંદીના ભાવ પાંચ વર્ષમાં સૌથી વધુ ઘટ્યા હતા અને ત્યારબાદ રોકાણકારોએ નીચા સ્તરે ખરીદી શરૂ કરી હતી, જેના પરિણામે મંગળવારે તેજી જોવા મળી હતી. વર્ષના અંતે ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોય છે, તેથી નાની ખરીદી પણ ભાવમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

30 ડિસેમ્બરે ચાંદીના ભાવમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર 3% થી વધારે વધ્યું. ગ્લોબલ માર્કેટના સપોર્ટથી ઘરેલુ બજારમાં પણ ચાંદીમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું.

વૈશ્વિક અનિશ્ચિતતા, જિયો-પોલિટિકલ રિસ્ક અને ડોલરમાં વધઘટને કારણે સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોના-ચાંદીમાં ખરીદી વધી છે. બીજું કે, ચાંદીનો ઉપયોગ હાલમાં ઇલેક્ટ્રિક વાહનો, સોલર પ્લાન્ટ અને ઇલેક્ટ્રોનિક્સમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. આ સેક્ટર્સમાં માંગની અપેક્ષાઓએ પણ તેના ભાવને ટેકો આપ્યો છે.

સોમવાર, 29 ડિસેમ્બરના રોજ ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, કારણ કે વર્ષના અંતે પ્રોફિટ બુકિંગ રેકોર્ડ હાઇ લેવલે હતું અને વોલ્યુમ નીચું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચાંદીમાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો માનવામાં આવે છે. જો કે, તેમ છતાંય વર્ષની શરૂઆતથી ચાંદીના ભાવમાં 155% નો મજબૂત વધારો જોવા મળ્યો છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
