અમદાવાદ: ચાંદીમાં રોકાણ કરવાના નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું, હવે શોરુમને તાળા મારી ફરાર-Video
અમદાવાદના ધોળકામાં જવેલર્સ માલિક અને તેમના બે પુત્રોએ ચાંદીમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી ચાંદી કે રૂપિયા પરત કર્યા વગર જ રાતોરાત જવેલર્સ માલિક અને તેને પુત્રો પલાયન થઈ ગયા છે
અમદાવાદના ધોળકામાં ચાંદીમાં રોકાણ કરવાના નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યા હોવાની ઘટના સામે આવી છે. રોકાણકારોને પૈસાના બદલે ચાંદી આપવાની લાલચે અનેક લોકો પાસેથી ઘણા રુપિયા પડાવ્યા અને રોકાણકારો તેમના રુપિયા કે વસ્તુ લેવા જતા જ્વેલર્સ માલિક અને તેના પુત્ર સહિત આખો પરિવાર ઘર અને શો રુમને તાળા મારીને ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.
ચાંદીમાં રોકાણ કરવાના નામે જ્વેલર્સે રોકાણકારોના પડાવ્યા રુપિયા
અમદાવાદના ધોળકામાં જવેલર્સ માલિક અને તેમના બે પુત્રોએ ચાંદીમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી ચાંદી કે રૂપિયા પરત કર્યા વગર જ રાતોરાત જવેલર્સ માલિક અને તેને પુત્રો પલાયન થઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈને ફરિયાદી મોહંમદ સજ્જાદ નિવાજખાન પઠાણે આ માહિતી આપી છે તેમના દાવા મુજબ તેમની પાસેથી આ જ્વેલર્સ માલિક અને તેના 2 પુત્રો એ રૂ. 81.85 લાખ પડાવ્યા બાદ ગ્રાહકોને વાયદા મુજબ ડિલિવરી આપી નહોતી.
લોકોને ફૂલેકું ફેરવ્યા પછી જ્વેલર્સ અને પરિવાર નાસી છૂટ્યો
ત્યારે રોકાણકારો તેમના આપેલા પૈસા પરત માંગવા ગયા, ત્યારે 20 ઓક્ટોબરના રોજ જાણવા મળ્યું કે પરિવાર ઘર અને શો-રૂમને તાળા મારી નાસી છૂટ્યો છે. ફરિયાદી સિવાય અન્ય કેટલાય લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની માહિતી મળી રહી છે.
લોકો સાથે કરી મોટી છેતરપિંડી
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે સામાન્ય માણસ માટે થોડા થોડા રુપિયા ભેગા કરીને સોનું-ચાંદી લેવું મોટી વસ્તુ બની ગઈ છે. ત્યારે રોકાણકારોને આ જ ચાંદી તેમના પૈસાના બદલામાં આપવાની લાલચ આપીને બાપ બેટાઓ એ લોકોને છેતરી લીધા અને મોટી રકમ પડાવી ઘર અને શોરુમથી નાસી છૂટ્યા છે.
