Gold Price Today: રેકોર્ડ હાઈ પરથી ઘટ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો કેટલી થઈ કિંમત
છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો, તે આજે થોડો ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગે છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું તેના ₹1,42,300 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ ₹500 ઘટીને ₹1,41,800 થયું છે.

ભારતીય બુલિયન બજારમાં 2025ના અંતિમ દિવસોમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો, તે આજે થોડો ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગે છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું તેના ₹1,42,300 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ ₹500 ઘટીને ₹1,41,800 થયું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજર સોનાના ભાવમાં 1.54% ઘટાડો છે, જ્યાં સોનું પ્રતિ ઔંસ $4,462 પર ટ્રેડ થઈ રહ્યું છે.

દિલ્હીમાં 30 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,390 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,27,790 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,240 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,27,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,290 પર પહોંચી ગયો છે.

ચાંદીના ભાવે આ અઠવાડિયે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલો ₹2,40,000 ની ઐતિહાસિક ટોચ પર પહોંચી ગઈ છે. જોકે, આજે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો. IBJA મુજબ, મંગળવારે સવારે ભાવ ઘટીને ₹235,440 પ્રતિ કિલો થયા. ગુડરિટર્ન્સ મુજબ, કેટલાક સ્થળોએ ચાંદીના છૂટક ભાવ ₹257,900 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
