સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ….. – વાંચો
Lioness Entered A Safari Jeep: આ વાયરલ વીડિયોમાં, જંગલ સફારી દરમિયાન એક સિંહણ અચાનક પ્રવાસીની જીપમાં ધસી જાય છે. વીડયોનો સૌથી ડરામણો હિસ્સો ત્યારે સામે આવે છે જ્યારે સિંહણ ડ્રાઇવરની બાજુમાં ઉભી રહે છે અને તેને ઘુરવા લાગે છે. તેમની વચ્ચે ફક્ત થોડા ઇંચનું જ અંતર હતું. સિંહણ ડ્રાઇવરના ચહેરાને સુંઘે છે અને પછી...... વાંચો

Viral Video: કલ્પના કરો કે તમે ખુલ્લી જીપમાં જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છો અને અચાનક એક સિંહણ તમારી બાજુની સીટ પર કૂદી પડે છે.. પછી શું થાય? આ કોઈ હોરર ફિલ્મી સીન નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવનારા વાયરલ વીડિયોની હકીકત છે. જેને જોઈને ઇન્ટરનેટની પબ્લિક અનેક પ્રકારની વાતો કરી રહી છે.
આ વાયરલ વિડીયોમાં, સફારી દરમિયાન એક સિંહણ અચાનક પ્રવાસી જીપમાં ચડી ગઈ અને ડ્રાઈવરની બાજુની સીટમાં ઉભી રહી ગઈ. વીડિયોમાં સૌથી ડરામણો સીન ત્યારે બને છે જ્યારે સિંહણ ડ્રાઇવરની બાજુમાં ઉભી રહે છે અને તેને થોડી સેકન્ડો માટ જુએ છે ત્યારબાદ તે ડ્રાઈવરના ચહેરાને સૂંઘે છે અને ત્યારબાદ શાંતિથી નીચે ઉતરી ત્યાંથી ચાલી જાય છે.
સ્ટેચ્યુ બનીને બચ્યો જીવ!
આ દરમિયાન પ્રવાસીઓ અને ડ્રાઇવરે જે હિંમત બતાવી તે કાબિલેદાદ છે. જો કોઈએ ચીસો પાડી હોત અથવા ભાગવાનો પ્રયાસ કર્યો હોત, તો સીન વધુ ખતરનાક બની ગયો હતો. ડ્રાઈવરે આંખનો પલકારો પણ માર્યા વિના પોતાની જગ્યા પર જ સ્ટેચ્યુ બની ગયો. તો પાછળ બેસેલા ગાઈડે પ્રવાસીઓને પણ ફ્રીઝ રહેવા ઈશારાથી સૂચવ્યુ. સમગ્ર માહોલમાં ભારે તણાવ હતો. પરંતુ પર્યટકોએ મૂર્તિ બની તેમનો જીવ બચાવ્યો..
AI કે વીડિયો કે હકીકત? ઇન્ટરનેટ પર શરૂ થઈ ચર્ચા
જોકે, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ આ વીડિયો પર બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક માને છે કે આ AI જનરેટેડ વીડિયો છે. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) કારણ કે સિંહણનું વર્તન ખૂબ જ સહજ લાગી રહ્યુ છે. તો સફારી પાર્કના શોખીનોનું માનવુ છે કે વાઈલ્ડલાઈફ પાર્કમાં જંગલી પ્રાણીઓ ક્યારેક-ક્યારેક મનુષ્યો પ્રત્યે આટલા જિજ્ઞાસુ બની જાય છે.
કમેન્ટ સેક્શનમાં નેટિજન્સ ઘણા મજેદાર અને ડરામણા રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, “આ જ કારણ છે કે હું ક્યારેય નેશનલ પાર્કમાં નથી જતો. ઘરની બાલકની જ બરાબર છે.” બીજાએ કહ્યુ “ડ્રાઈવરના જીગને સલામ. જો હું હોત તો બેભાન થઈ જતો.”
જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
