World’s Richest Country: ન નોટ છાપવાની ફેક્ટરી, ન પોતાનું એરપોર્ટ… છતાં આ નાનકડો દેશ કેવી રીતે બન્યો દુનિયાનો સૌથી અમીર દેશ?
વિચાર કરો એક એવો દેશ જ્યાંની જેલો સાવ ખાલી પડી છે, લોકો રાત્રે ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુવે છે અને સરકાર પર રૂપિયો પણ દેવું નથી! માત્ર 40 હજારની વસ્તી ધરાવતા આ દેશમાં પ્રતિ વ્યક્તિ કમાણી ભારત કરતાં 67 ગણી વધારે છે! જુઓ આ દેશમાં એવું તો શું છે જે તેને બનાવે છે વિશ્વનો સૌથી સુખી દેશ!

આજના યુગમાં કોઈ પણ દેશની તાકાત તેની સેના, વિશાળ વિસ્તાર કે કુદરતી સંસાધનોથી માપવામાં આવે છે. પરંતુ યુરોપની આલ્પ્સ પર્વતમાળા વચ્ચે વસેલો માત્ર 160 ચોરસ કિલોમીટરનો 'લિકટેન્સ્ટાઇન' (Liechtenstein) દેશ આ તમામ માન્યતાઓને ખોટી સાબિત કરે છે. ન તો પોતાની કરન્સી કે ન એરપોર્ટ હોવા છતાં આ દેશ વિશ્વના સૌથી સ્થિર અને અમીર દેશોમાં ગણાય છે.

IMF ના રિપોર્ટ અનુસાર, લિકટેન્સ્ટાઇન વિશ્વના સૌથી નાના પણ અત્યંત સુંદર દેશોમાંથી એક છે. તેની રાજધાની 'વાદુઝ' (Vaduz) છે, જે આ દેશનું વહીવટી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આખા દેશની વસ્તી માત્ર 40,000 ની આસપાસ છે, જેના કારણે તે યુરોપના સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશોની યાદીમાં સામેલ થાય છે.

આર્થિક સમૃદ્ધિની બાબતમાં આ દેશ મોટા-મોટા સત્તાધીશ દેશોને પાછળ છોડી દે છે. IMF ના રિપોર્ટ મુજબ, લિકટેન્સ્ટાઇનમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 1,97,000 યુએસ ડોલર (આશરે 1.60 કરોડ રૂપિયાથી વધુ) છે. જ્યારે 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ' અનુસાર ભારતની પ્રતિ વ્યક્તિ આવક માત્ર 2,937 ડોલર છે, જે દર્શાવે છે કે આ દેશ ભારત કરતાં કમાણીની બાબતમાં ક્યાંય આગળ છે.

જ્યાં વિશ્વના મોટાભાગના અમીર દેશો પણ કરોડો ડોલરના સરકારી દેવા (National Debt) હેઠળ દબાયેલા છે, ત્યાં લિકટેન્સ્ટાઇન પર શૂન્ય કરજ છે. આ દેશની સરકાર દર વર્ષે સરપ્લસ બજેટ (નફાનું બજેટ) ચલાવે છે અને કમાણીમાંથી ટેક્સ તેમજ મહેસૂલનો મોટો હિસ્સો બચાવીને કલ્યાણકારી યોજનાઓમાં વાપરે છે.

લિકટેન્સ્ટાઇનની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં ગુનાખોરીનું પ્રમાણ નહિવત (અપરાધ-રહિત) છે. આખા દેશમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ કેદીઓ છે અને જેલો અવારનવાર ખાલી રહે છે. લોકો વચ્ચે એટલો વિશ્વાસ અને સુરક્ષાની ભાવના છે કે નાગરિકો રાત્રે પોતાના ઘરના દરવાજાને તાળાં પણ મારતા નથી.

જ્યારે સમગ્ર દુનિયા હિંસા, અપરાધ અને આર્થિક મંદીથી ઝૂઝી રહી છે, ત્યારે લિકટેન્સ્ટાઇને સાબિત કરી બતાવ્યું છે કે સાચી સમૃદ્ધિ માત્ર સંપત્તિમાં નથી પણ ડર વગરના જીવનમાં છે. આ નાનકડા દેશે સીમિત સંસાધનો છતાં વિશ્વ સમક્ષ શાંતિપૂર્ણ અને ધનાઢ્ય જીવનશૈલીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માના પ્રેમનો અમર સ્વાદ: 5 વર્ષ સુધી ફ્રિઝરમાં સાચવી રાખ્યું મૃતક માતાના હાથનું બનેલું છેલ્લું ભોજન, ચાખતા જ પિતા-પુત્રીની આંખો છલકાઈ
