AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2026: રાખડી બાંધવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ? જાણો પૌરાણિક કથાઓ અને રસપ્રદ ઇતિહાસ

2026માં રક્ષાબંધનનો પાવન તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવાશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેમના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના કરશે. પરંતુ શું તમને ખબર છે કે ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધમાં સૌપ્રથમ રાખડી બાંધવાની પરંપરા સાથે કઈ બહેનનું નામ જોડાયેલું છે? ચાલો, જાણીએ રક્ષાબંધન સાથે જોડાયેલી આ રસપ્રદ અને પ્રાચીન કથા વિશે.

| Updated on: Aug 22, 2026 | 4:28 PM
Share
સનાતન પરંપરામાં રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના સુખી અને લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે. બદલામાં ભાઈ પોતાની બહેનને હંમેશાં સાથ અને સુરક્ષા આપવાનો સંકલ્પ કરે છે. રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ રાખડી કોણે કોને બાંધી હતી, તેને લઈને અનેક પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક માન્યતાઓ પ્રચલિત છે. આ કથાઓને કારણે રક્ષાબંધનનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વધુ વિશેષ બની જાય છે.

1 / 8
રક્ષાબંધન સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ પૌરાણિક કથા દેવી લક્ષ્મી અને રાજા બાલી સાથે સંબંધિત છે. માન્યતા મુજબ, રાજા બાલીની ભક્તિ અને ઉદારતાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમની સાથે રહેવાનું વચન આપ્યું હતું. ભગવાન વિષ્ણુ લાંબા સમય સુધી વૈકુંઠ પરત ન ફરતાં દેવી લક્ષ્મીને ચિંતા થઈ,  વિષ્ણુને વૈકુંઠ પરત લાવવા માટે દેવી લક્ષ્મી સામાન્ય સ્ત્રીના રૂપમાં બાલી પાસે પહોંચી અને તેમને રાખડી બાંધી ભાઈ બનાવ્યા. બાલીએ બહેનની વાત સ્વીકારી અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત જવાની મંજૂરી આપી. આ કથા રક્ષાબંધનના ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને પરસ્પર વિશ્વાસનું મહત્વ દર્શાવે છે.

2 / 8
રાણી કર્ણાવતી અને મુઘલ બાદશાહ હુમાયુ સાથે જોડાયેલી રાખડીની કથા પણ ખૂબ જાણીતી છે. કહેવાય છે કે ગુજરાતના સુલતાન બહાદુર શાહે ચિત્તોડ પર હુમલો કર્યો ત્યારે રાણી કર્ણાવતીએ મદદ મેળવવા માટે હુમાયુને રાખડી મોકલી હતી. હુમાયુએ રાખડીને ભાઈ-બહેનના સંબંધનું પ્રતીક માનીને રાણીની મદદ કરવાનો નિર્ણય લીધો. આ પ્રસંગ રક્ષાબંધનના એવા સંદેશને દર્શાવે છે કે પ્રેમ અને ભાઈચારાના સંબંધો ધર્મ કે જાતિની સીમાઓથી ઉપર હોઈ શકે છે.

3 / 8
ઇતિહાસમાં ગિન્નૌરગઢના રાજઘરાનાની પણ આવી જ એક ઘટના જોવા મળે છે. ગિન્નૌરગઢના રાજા નિઝામ શાહ ગોંડની તેમના જ સંબંધી આલમ શાહે દગો કરીને હત્યા કરી હતી. રાજાના અવસાન બાદ રાણી સામે રાજ્ય અને પરિવારને બચાવવાનો મોટો પડકાર ઊભો થયો. ત્યારે રાણીએ રાજાના નજીકના મિત્ર મોહમ્મદ ખાનને રાખડી મોકલી અને મદદની વિનંતી કરી. મોહમ્મદ ખાને રાખડીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક માની રાણીની મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે રાણી અને રાજ્યની સુરક્ષા માટે આગળ આવી કાવતરું કરનાર લોકો સામે કાર્યવાહી કરી અને ગિન્નૌરગઢના રાજ્યનું રક્ષણ કર્યું.

4 / 8
ભવિષ્ય પુરાણમાં રક્ષાસૂત્રનું મહત્વ માત્ર ભાઈ-બહેનના સંબંધ સુધી સીમિત હોવાનું જણાવાયું નથી. તેને સંકટ સમયે રક્ષણ આપતા પવિત્ર સૂત્ર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. પુરાણમાં જણાવ્યા મુજબ, દેવતાઓ અને રાક્ષસો વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં દેવતાઓની સ્થિતિ નબળી પડવા લાગી હતી. ત્યારે દેવોના રાજા ઇન્દ્રે ગુરુ બૃહસ્પતિની સલાહ લીધી. ગુરુની સલાહ પ્રમાણે ઇન્દ્રની પત્ની શચિદેવીએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. માન્યતા અનુસાર, આ રક્ષાસૂત્ર ધારણ કર્યા બાદ ઇન્દ્રને શક્તિ મળી અને તેમણે રાક્ષસો સામે વિજય મેળવ્યો.

5 / 8
પૌરાણિક કથાઓમાં રક્ષાબંધનનો સંબંધ યમરાજ અને તેમની બહેન યમુના સાથે પણ જોડાયેલો જોવા મળે છે. કહેવાય છે કે યમુના પોતાના ભાઈ યમરાજને ખૂબ સ્નેહ કરતી હતી. એક પ્રસંગે શ્રાવણ પૂર્ણિમાના દિવસે યમુનાએ યમરાજના હાથ પર રક્ષાસૂત્ર બાંધીને તેમના સુખી અને લાંબા જીવનની કામના કરી. બહેનના આ પ્રેમથી પ્રસન્ન થઈને યમરાજે તેને વિશેષ વરદાન આપ્યું. માન્યતા છે કે તેમણે કહ્યું હતું કે જે ભાઈ રક્ષાબંધનના દિવસે પોતાની બહેન પાસેથી રાખડી બંધાવે અને તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે, તેને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે.

6 / 8
મહાભારત સાથે જોડાયેલી એક લોકપ્રચલિત કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેનો સંબંધ પણ રક્ષાના પવિત્ર ભાવ સાથે જોડાય છે. કહેવાય છે કે શિશુપાલનો વધ કરતી વખતે શ્રીકૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારે દ્રૌપદીએ તરત જ પોતાની સાડીના કપડાનો એક ભાગ ફાડ્યો અને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીના આ સ્નેહ અને લાગણીથી શ્રીકૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને મુશ્કેલીના સમયમાં તેની મદદ કરવાનો સંકલ્પ કર્યો. લોકમાન્યતા મુજબ, જ્યારે દ્રૌપદીનું અપમાન કરવાનો પ્રયાસ થયો ત્યારે શ્રીકૃષ્ણે તેની લાજ બચાવીને પોતાના આ વચનને નિભાવ્યું હતું. આ કથા રક્ષાબંધનના પવિત્ર સંબંધમાં રહેલા પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના ભાવને દર્શાવે છે.

7 / 8
ગણેશ પુરાણ સાથે જોડાયેલી એક કથા મુજબ, ભગવાન ગણેશના બે પુત્રો શુભ અને લાભ હતા. એક દિવસ તેમણે અન્ય દેવતાઓને પોતાની બહેનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવતા જોયા. આ જોઈને શુભ અને લાભને પણ એક બહેન હોવાની ઈચ્છા થઈ. બંનેએ ભગવાન ગણેશ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને બહેનની માંગ કરી. પુત્રોની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન ગણેશે ઋષિઓ સાથે મળીને પવિત્ર યજ્ઞનું આયોજન કર્યું. માન્યતા મુજબ, યજ્ઞની અગ્નિમાંથી દેવી સંતોષી પ્રગટ થયા. આમ શુભ અને લાભને બહેન મળી અને તેમણે પોતાની બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. આ કથા ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીને દર્શાવે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

8 / 8

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">