AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન રાખવાનો હક કોનો? જાણી લો રેલવેનો સત્તાવાર નિયમ, મુસાફરીમાં નહીં થાય કોઈ માથાકૂટ

તહેવારોમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોઅર બર્થ નીચે સામાન રાખવા બાબતે મુસાફરો વચ્ચે અવારનવાર વિવાદ થાય છે. રેલવેના સત્તાવાર નિયમો મુજબ લોઅર, મિડલ અને અપર બર્થના મુસાફરો કેવી રીતે સામાન રાખી શકે છે તે જાણી લો.

| Updated on: Aug 22, 2026 | 5:40 PM
Share
તહેવારોની સિઝનમાં ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધવાની સાથે જ એક સામાન્ય સવાલ સામે આવે છે કે—લોઅર બર્થની નીચે સામાન રાખવાની જગ્યા પર વાસ્તવિક હક કોનો છે? ખાસ કરીને ત્યારે, જ્યારે એક જ કૂપ અથવા સીટિંગ એરિયામાં લોઅર, મિડલ અને અપર બર્થના મુસાફરો સાથે સફર કરી રહ્યા હોય.

1 / 7
લાંબા અંતરની ટ્રેનોમાં સામાન રાખવા બાબતે સહ-મુસાફરો વચ્ચે ઘણીવાર બોલાચાલી કે વિવાદ થઈ જતો હોય છે. આવા વિવાદોથી બચવા માટે રેલવેના સત્તાવાર નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે.

2 / 7
લોઅર બર્થ નીચે સામાન કોણ રાખી શકે? ટ્રેનના કોચમાં લોઅર બર્થ નીચેની ખાલી જગ્યા પર માત્ર લોઅર બર્થવાળા મુસાફરનો જ એકાધિકાર નથી. સત્તાવાર માહિતી અનુસાર, લોઅર, મિડલ અને અપર ત્રણેય બર્થના મુસાફરો નીચે ઉપલબ્ધ જગ્યામાં પોતાનો સામાન રાખી શકે છે. સામાન વ્યવસ્થિત રાખવા માટેનો નિયમ: લોઅર બર્થ પેસેન્જર: બારી તરફ (વિન્ડો સાઈડ) પોતાનો સામાન રાખી શકે છે. મિડલ બર્થ પેસેન્જર: વચ્ચેની જગ્યામાં પોતાનો સામાન મૂકી શકે છે. અપર બર્થ પેસેન્જર: બહારની તરફ (રસ્તાની બાજુ) સામાન રાખી શકે છે. મુસાફરોએ એ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે તેમનો સામાન એવી રીતે મુકાય જેથી અન્ય મુસાફરોને બેસવામાં કે આવવા-જવાના રસ્તામાં અડચણ ન પડે.

3 / 7
કયા ક્લાસમાં કેટલો સામાન મફત લઈ જઈ શકાય? રેલવેના નિયમો અનુસાર દરેક ક્લાસ માટે સામાન લઈ જવાની ચોક્કસ મર્યાદા (Free Luggage Allowance) નક્કી કરવામાં આવી છે: સ્લીપર ક્લાસ: 40 કિલોગ્રામ સુધી મફત (સાથે 10 કિલો માર્જિનલ છૂટછાટ). એસી કોચ અને અન્ય શ્રેણીઓ: ક્લાસ મુજબ 40 થી 70 કિલો સુધી નિયત મર્યાદા હોય છે.

4 / 7
વધારાનો સામાન હોય તો કેટલો ચાર્જ લાગે? મફત મર્યાદા કરતાં વધુ સામાન હોય તો નિયમ અનુસાર 1.5 ગણો લગેજ ચાર્જ વસૂલવામાં આવી શકે છે. જો મુસાફર બુક કરાવ્યા વગર નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન સાથે પકડાય, તો વધારાના વજન પર સામાન્ય દર કરતાં 6 ગણો દંડ અને લઘુત્તમ ચાર્જ વસૂલવાની જોગવાઈ છે. બહુ વધારે સામાન હોય તો તેને કોચમાં રાખવાને બદલે બ્રેક વાનમાં બુક કરાવવો પડે છે.

5 / 7
વિવાદ થાય તો શું કરવું? સફર દરમિયાન સીટ નીચે સામાન રાખવા બાબતે જો કોઈ વિવાદ થાય, તો મુસાફરો સાથે ઝઘડો કરવાને બદલે ટ્રેનમાં હાજર TTE (ટિકિટ ચેકર) અથવા રેલવે સ્ટાફની મદદ લેવી જોઈએ. આ ઉપરાંત મુસાફરો ત્વરિત સહાય માટે સત્તાવાર RailMadad એપ અથવા 139 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકે છે.

6 / 7
ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો: સીટ નીચેની જગ્યા માત્ર લોઅર બર્થના મુસાફર માટે અનામત નથી. મિડલ અને અપર બર્થના મુસાફરો પણ નિયમ મુજબ જગ્યાનો ઉપયોગ કરી શકે છે. સામાન નક્કી કરેલી વજન મર્યાદા મુજબ જ રાખવો. કોઈપણ સમસ્યા કે વિવાદ વખતે TTE અથવા RailMadad નો સંપર્ક કરવો.

7 / 7

ગુજરાત અને બિહાર વચ્ચે 26 ઓગસ્ટથી દોડશે અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ: જાણો રૂટ, સ્ટોપેજ, ટાઈમિંગ અને બુકિંગ વિગતો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">