AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સોનું’ કે ‘શેરબજાર’? પૈસા ક્યાં ઝડપથી વધશે? કઈ એસેટમાં રોકાણ કરવાથી મળશે ‘સૌથી વધુ રિટર્ન’?

રોકાણ કરવાની વાત આવે ત્યારે દરેકના મનમાં એક જ સવાલ થાય છે કે, સોનું કે શેરબજાર? બંને એસેટમાં પોતાના ફાયદા અને જોખમ રહેલા છે. એવામાં હાલના સમયમાં કઈ એસેટમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે અને લાંબાગાળે ક્યાં બમ્પર રિટર્ન મળશે?

| Updated on: Aug 22, 2026 | 6:00 PM
Share
છેલ્લા એક વર્ષમાં સોનાએ 35 ટકાથી વધુનું બમ્પર રિટર્ન આપીને રોકાણકારોને ખુશ કરી દીધા છે, જ્યારે શેરબજારમાં નકારાત્મક રિટર્ન જોવા મળ્યું છે. આ સ્થિતિમાં ઘણા લોકો વિચારતા થઈ ગયા છે કે, શું શેર્સની જગ્યાએ સોનામાં રોકાણ કરવું વધુ ફાયદાકારક છે? હવે આમાં ખરો ખેલ એ છે કે, છેલ્લા 20-25 વર્ષના આંકડા કઈંક જુદી જ વાર્તા કહી રહ્યા છે.

1 / 8
સોનાએ છેલ્લા એક વર્ષમાં 35.3 ટકા રિટર્ન આપ્યું છે. આ દરમિયાન નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઈન્ડેક્સે (TRI) 5.4 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ હિસાબે છેલ્લા એક વર્ષમાં ગોલ્ડના રોકાણકારોને સારો નફો થયો છે, જ્યારે શેર્સના રોકાણકારોને નુકસાન સહન કરવું પડ્યું છે. હવે સવાલ એ છે કે, શું શેર્સની જગ્યાએ ગોલ્ડમાં રોકાણ કરવું વધારે ફાયદાકારક છે?

2 / 8
ફંડ્સઈન્ડિયાના વેલ્થ કન્વર્સેસન્સ ઓગસ્ટ 2026 ના રિપોર્ટ દર્શાવે છે કે, નાના-નાના ટાઈમ ફ્રેમમાં સોનાએ શેર્સ કરતાં વધુ રિટર્ન આપ્યું છે. હવે જ્યારે આપણે લાંબા ટાઈમ ફ્રેમમાં જોઈએ છીએ, ત્યારે શેર્સે સોનાની સરખામણીમાં રોકાણકારોને વધુ રિટર્ન આપ્યું છે.

3 / 8
ફંડ્સઈન્ડિયાએ વર્ષ 2000 થી લઈને અત્યાર સુધી ગોલ્ડ અને Nifty 50 TRI ના રિટર્નની સરખામણી કરી છે. ડેટા દર્શાવે છે કે, વાર્ષિક ધોરણે રિટર્નની સરખામણી કરવા પર ગોલ્ડ કેટલીકવાર રિટર્નના મામલે શેર્સથી આગળ રહ્યું છે તો કેટલીકવાર પાછળ રહ્યું છે. ઘણીવાર કોઈ વર્ષે તેણે શેર્સની સરખામણીમાં 79 ટકા રિટર્ન આપ્યું છે, તો ક્યારેક તેનું રિટર્ન શેરોની સરખામણીમાં 65 ટકા સુધી ઓછું રહ્યું છે.

4 / 8
રોકાણનો સમયગાળો વધારવા પર આપણને બીજા પ્રકારના પરિણામો મળે છે. 10 વર્ષના સમયગાળામાં ગોલ્ડનું વાર્ષિક રિટર્ન Nifty 50 TRI ની સરખામણીમાં લગભગ 2 પર્સન્ટેજ પોઈન્ટ ઓછું રહ્યું છે. 15 વર્ષના સમયગાળામાં પણ સરેરાશ રિટર્ન વાર્ષિક ધોરણે શેર્સની સરખામણીમાં 2 પર્સન્ટેજ પોઈન્ટ ઓછું રહ્યું છે. 20 વર્ષના સમયગાળામાં પણ જોવા જઈએ તો, વાર્ષિક ધોરણે ગોલ્ડનું સરેરાશ રિટર્ન શેર્સની સરખામણીમાં લગભગ 2 પર્સન્ટેજ પોઈન્ટ ઓછું રહ્યું છે.

5 / 8
રિટર્નમાં 2 પર્સન્ટેજ પોઈન્ટનો તફાવત પહેલી નજરે વધુ નથી લાગતો પરંતુ જ્યારે આપણે 10, 15 અને 20 વર્ષના સમયગાળામાં રિટર્નની વાત કરીએ છીએ, ત્યારે આ નાનો તફાવત ઘણો મોટો બની જાય છે. હવે સવાલ એ છે કે, ગોલ્ડની જગ્યાએ શેર્સમાં રોકાણ કરવા પર વધુ પૈસા બનશે? આ સવાલનો જવાબ ખૂબ સરળ નથી. એનું કારણ એ છે કે, તમારા રોકાણ (પોર્ટફોલિયો) માં સોના અને શેર્સની ભૂમિકા અલગ-અલગ હોય છે.

6 / 8
એક્સપર્ટ્સનું કહેવું છે કે, લાંબા સમયગાળામાં વેલ્થ ક્રિએશન એટલે કે પૈસા બનાવવા માટે શેર યોગ્ય છે. ગોલ્ડનું કામ પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવાનું છે. આનો ફાયદો એ છે કે, કેટલીકવાર જ્યારે શેરબજારમાં દબાણ દેખાય છે, ત્યારે ગોલ્ડ પોર્ટફોલિયોને નુકસાનથી બચાવે છે. આનું સૌથી સારું ઉદાહરણ છેલ્લું એક વર્ષ છે. છેલ્લા એક વર્ષમાં જ્યારે શેર્સે નેગેટિવ રિટર્ન આપ્યું છે, ત્યારે સોનાએ બમ્પર 35 ટકાનું રિટર્ન આપ્યું છે.

7 / 8
હવે જ્યારે તમે રોકાણનો પ્લાન બનાવો છો, ત્યારે તમારા મગજમાં ગોલ્ડ અને શેરની ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ. મોટાભાગના ઈન્વેસ્ટર્સ બીજી રીતે વિચારે છે. તેઓ માત્ર એ જ જુએ છે કે, કોઈ એસેટમાં રોકાણ કરવા પર વધુ રિટર્ન મળશે. જો કે, આવું વિચારવું ખોટું છે. 10, 15, 20, 30 વર્ષના પીરિયડમાં રિટર્નની સરખામણીથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, શેર્સમાં રોકાણ કરવા પર વધુ વેલ્થ ક્રિએશન થાય છે. આનો અર્થ એ છે કે, તમારું વધુ રોકાણ શેર્સમાં હોવું જોઈએ અને થોડું રોકાણ ગોલ્ડમાં હોવું જોઈએ. આનાથી લાંબા સમયગાળામાં તમારા પોર્ટફોલિયોનું રિટર્ન વધુ સારું રહેશે.

8 / 8

Gold Silver Rate On MCX : વાયદા બજારમાં સોનું ₹1,62,680 ની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ! જાણો ટ્રેડિંગ સેશનના લેટેસ્ટ આંકડા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">