AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં આરોગ્ય વિભાગની 'મોટી કાર્યવાહી'! ઓનલાઈન ફૂડ ડિલિવરી ગોડાઉન પર દરોડા, જીવાણુ અને ગંદકી મળતા રૂ. 11,000 નો દંડ - જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગની ‘મોટી કાર્યવાહી’! ઓનલાઈન ફૂડ ડિલિવરી ગોડાઉન પર દરોડા, જીવાણુ અને ગંદકી મળતા રૂ. 11,000 નો દંડ – જુઓ Video

| Updated on: Aug 23, 2026 | 5:23 PM
Share

સુરતના ખટોદરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખાદ્ય પદાર્થોમાં જીવાણુ, ગંદકી અને વાસી ખોરાક મળી આવ્યો હતો. વિભાગ દ્વારા નોટિસ આપી ₹11,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવાની સૂચના અપાઈ છે.

સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલા એક ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતા ગોડાઉન પર આરોગ્ય વિભાગે અચાનક દરોડા પાડ્યા હતા. આ ગોડાઉન એ સ્થળે છે, જ્યાં જથ્થાબંધ ખાદ્ય પદાર્થો રાખવામાં આવે છે અને ત્યાંથી ઓનલાઇન ઓર્ડર મુજબ ડિલિવરી કરવામાં આવે છે.

દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને ખાદ્ય પદાર્થોમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. તપાસમાં અનેક ખાદ્ય પદાર્થોમાં જીવાણુ અને ગંદકી મળી આવી હતી. આ સિવાય કેટલાક પદાર્થો વાસી હાલતમાં પણ જોવા મળ્યા હતા. બસ આ ગંભીર બેદરકારીને પગલે જ આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

ગોડાઉનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને રૂપિયા 11,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દરોડા દરમિયાન મળી આવેલી ખામીઓ દૂર કરવા અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાવવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા અંદાજિત રૂપિયા 30,000 નો વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી ગોડાઉન દ્વારા સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું સંપૂર્ણ પાલન ન થાય, ત્યાં સુધી ધંધો બંધ રાખવાની સખત સૂચના તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાત આમાં કેટલું આગળ? જાણો કયું રાજ્ય છે ‘નંબર-1’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">