પૂર્વજો જમીનમાં રૂપિયા સંતાડતા, આ લોકોએ તો દારૂ સંતાડયો, પોલીસે 15,600 લિટર દારૂનો વોશ ઝડપ્યો
મહેસાણાના કડી તાલુકાના બલાસર ગામેથી પોલીસે જમીનમાં સંતાડેલો 15,600 લિટર દારૂનો વોશ ઝડપી પાડ્યો છે. એલસીબીએ દરોડા પાડીને ઘર પાછળના ભૂગર્ભ અડ્ડામાંથી 78 પીપ ભરેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બલાસર ગામેથી ગેરકાયદેસર દારૂના વેચાણ પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સ્થાનિક બુટલેગરે પોતાના ઘરની પાછળની જમીનમાં ભૂગર્ભ અડ્ડો બનાવીને મોટી માત્રામાં દારૂનો વોશ સંતાડ્યો હતો, જેને મહેસાણા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા દરોડા પાડીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે દરોડા દરમિયાન જમીનમાં દાટેલા 78 પીપ શોધી કાઢ્યા હતા. આ પીપમાંથી કુલ 15,600 લિટર દેશી દારૂનો વોશ મળી આવ્યો હતો. પોલીસે દારૂના વોશ સહિત કુલ ₹3,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ભગવાનજી ઉર્ફે ભગાજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધીના કડક અમલનો વધુ એક દાખલો પૂરો પાડે છે.
પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો

